ગડકરીએ બતાવી પેટ્રોલની કિંમતો ઓછી કરવાની ફોર્મ્યુલા

નાગપુરઃ દેશના રોડ, ટ્રાન્સપોર્ટેશનપ્રધાન નીતિન ગડકરીએ રવિવારે કોમર્શિયલ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) ફિલિંગ સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે LNG, CNG અને ઇથેનોલ જેવાં વૈકલ્પિક બળતણના વધુ વપરાશથી પેટ્રોલની કિંમતોમાં વધારાથી રાહત મળશે, જેને કારણે હાલ લોકો પરેશાન છે. વાહન બળતણના રૂપમાં ઇથેનોલનો ઉપયોગ પેટ્રોલની તુલનામાં calorific value છતાં કમસે કમ રૂ. પ્રતિ લિટર બચાવવામાં મદદ કરશે. LNGના આર્થિક લાભ પ્રકાશ ફેંકતાં ગડકરીએ કહ્યું હતું કે આંકડાથી માલૂમ પડ્યું છે કે એક પારંપરિક ટ્રક એન્જિનને LNGમાં બદલવાની સરેરાશ કિંમત રૂ. 10 લાખ હતી. ટ્રક વર્ષમાં આશરે 98,000 કિમી ચાલે છે. એટલે LNGમાં બદલ્યા પછી 9-10 મહિનામાં પ્રતિ વાહન રૂ. 11 લાખની બચત થશે, એમ તેમણે કહ્યું હતું.

કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે આપણે બધા અર્થતંત્રમાં પેટ્રોલ-ડીઝલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત પર રૂ. આઠ લાખ કરોડનો ખર્ચ કરી રહ્યા છે, જે એક મોટો પડકાર છે. અમે એક નીતિ તૈયાર કરી છે, જે આયાતના વિકલ્પને પડતર પ્રદૂષણમુક્ત અને સ્વદેશી ઇથેનોલ, જૈવ, સીએનજી, એલએનજી અને હાઇડ્રોજન ઇંધણના વિકાસને પ્રોત્સાહિત કરે છે.

મંત્રાલય વિવિધ વૈકલ્પિક બળતણો પર સતત કામ કરી રહ્યું છે. અમે ચોખા, મકાઈ અને ખાંડને બરબાદ થતી બચાવવા માટે ઉપયોગ કરીશું. ફ્લેક્સ બળતણ માટે ગડકરીએ કહ્યું હતું કે ઓટોમોબાઇલ ઉત્પાદનોએ ખાસ કરીને ફોર વ્હીલર અને ટૂ વ્હીલર વાહનો માટે ફ્લેક્સ બળતણ બનાવવું ફરજિયાત કરવાના સંબંધમાં ત્રણ મહિનામાં નિર્ણય લેવામાં આવશે.

એલએનજી વિશ્વભરમાં લાંબા અંતરના પરિવહન માટે સૌથી પસંદગીના ઈંધણના રૂપમાં ઊભરી રહ્યું છે. અમેરિકા કેનેડા અને બ્રાઝિલ જેવા કેટલાય દેશોની પાસે ફ્લેક્સ એન્જિન પહેલેથી જ છે. તેમણે કહ્યું હતું કે વાહન કિંમત એકસમાન રહે છે, એ પેટ્રોલ હોય કે ફ્લેક્સ એન્જિન.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]