એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ લિમિટેડનો IPO નવ ફેબ્રુઆરીએ ખૂલશે

નવી દિલ્હીઃ એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ લિમિટેડનો પબ્લિક ઇશ્યુ નવ ફેબ્રુઆરીએ ખૂલશે. આ પબ્લિક ઇશ્યુ 13 ફેબ્રુઆરીએ બંધ થશે.  કંપની આ ઇશ્યુ દ્વારા રૂ. 1600 કરોડના પ્રારંભિક શેરનું ભરણું કરશે. કંપનીના એન્કર ઇન્વેસ્ટર કામકાજના એક દિવસ પહેલાં એટલે કે ગુરૂવારે બિડ કરી શકશે.

કંપનીની ઓફરની પ્રાઇઝ બેન્ડ પ્રત્યેક ઇક્વિટી શેરદીઠ રૂ. 1195થી રૂ. 1258 રાખવામાં આવી છે. આ બિડ્સ લઘુતમ 11 ઇક્વિટી શેર્સ અને ત્યાર બાદ 11 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.

  • એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ લિમિટેડના પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુનો પ્રાઇઝ બેન્ડ શેરદીઠ રૂ. 1195થી રૂ. 1258 નક્કી કરવામાં આવ્યો છે (ઇક્વિટી શેર)
  • એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખઃ ગુરૂવાર, ફેબ્રુઆરી 08, 2024
  • બિડ/ઓફર ખૂલવાની તારીખઃ શુક્રવાર, ફેબ્રુઆરી 09, 2024
  • બિડ/ઓફર બંધ થવાની તારીખઃ મંગળવાર, ફેબ્રુઆરી 13, 2024
  • બિડ્સ લઘુતમ 11 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 11 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.

 

આ ઓફરમાં રૂ. 10,000 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યુ અને 47,69,475 સુધીના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર, જેમાં પ્રભાત અગ્રવાલ દ્વારા 4,70,210 સુધીના ઇક્વિટી શેર્સ, પ્રેમ સેઠી દ્વારા 3,13,472 સુધીના ઇક્વિટી શેર્સ, ઓર્બીમેડ એશિયા થ્રી મોરિશિયસ લિમિટેડ દ્વારા 38,15,580 સુધીના ઇક્વિટી શેર્સ, ચેતન એમ.પી. દ્વારા 4,401 સુધીના ઇક્વિટી શેર્સ, દીપેશ ટી. ગાલા દ્વારા 1320 સુધીના ઇક્વિટી શેર્સ, હેમંત જોશ બેરોસ દ્વારા 8,802 સુધીના ઇક્વિટી શેર્સ, હેમંત જગ્ગી દ્વારા 4,401 સુધીના ઇક્વિટી શેર્સ, કે.આર.વી.એસ. વરાપ્રસાદ દ્વારા 2201 સુધીના ઇક્વિટી શેર્સ, કે.ઈ. પ્રકાશ દ્વારા 39,610 સુધીના ઇક્વિટી શેર્સ, લાવુ સહદેવ દ્વારા 1,320 સુધીના ઇક્વિટી શેર્સ, મનોજ કે સંઘાણી દ્વારા 12,103 સુધીના ઇક્વિટી શેર્સ, મિલેનિયમ મેડિકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 8,802 સુધીના ઇક્વિટી શેર્સ, કે. નવીન કુમાર ગુપ્તા દ્વારા 2,201 સુધીના ઇક્વિટી શેર્સ, નોવાકેર ડ્રગ સ્પેશિયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 42,250 સુધીના ઇક્વિટી શેર્સ, પેટ્રોસ ડાયમેન્ટાઇડ્સ દ્વારા 15,074 સુધીના ઇક્વિટી શેર્સ, પ્રશાંત રવિન્દ્રકુમાર દ્વારા 13,203 સુધીના ઇક્વિટી શેર્સ, સુરજ પ્રકાશ અતરેજા દ્વારા 1,102 સુધીના ઇક્વિટી શેર્સ, વેંકટ રામન શિવ કુમાર યનમાદલા દ્વારા 1320 સુધીના ઇક્વિટી શેર્સ અને વિક્રમાદિત્ય આમ્બ્રે દ્વારા 12,103 સુધીના ઇક્વિટી શેર્સની  ઓફર ઉઓર સેલ સામેલ છે.

આ ફ્રેશ ઇશ્યુથી મળનારી આવકનો કંપની અને તેની પેટા કંપનીઓ દ્વારા લાંબા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાતો માટે ફંડ મેળવવા, હસ્તાંતરણો દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથ પહેલ આગળ ધપાવવા તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાનું ધ્યેય ધરાવે છે. આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરાયેલા ઇક્વિટી શેર્સ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ કરવામાં આવશે. આ માટે બીએસઈ અને એનએસઈ તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે.

આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, ડેમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ, જેફરીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (બુક રનિંગ લીડ મેનેજર્સ અથવા બીઆરએલએમ) છે.