RBIએ સતત છઠ્ઠી વાર રેપો રેટ યથાવત્ રાખ્યો

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ચાલુ નાણાકીય વર્ષ 202324ની છેલ્લી ધિરાણ નીતિની સમીક્ષા કરતાં રેપો રેટમાં કોઈ બદલાવ નથી કર્યો. RBI ગવર્નર શક્તિકાંત દાસની આગેવાનીમાં મોનિટરી પોલિસી કમિટી (MPC)ની સમીક્ષા બેઠક પછી એનું એલાન કર્યું હતું. રેપો રેટ 6.5 ટકા પર સ્થિર છે.

RBIની ધિરાણ નીતિઓની કમિટીમાં છમાંથી પાંચ સભ્યોએ રેપો રેટમાં બદલાવ નહીં કરવાના પક્ષમાં નિર્ણય કર્યો હતો. MSFમાં પણ કોઈ ફેરફાર નથી થયો અને એ 6.75 ટકા પર સ્થિર છે. મધ્યસ્થ બેન્કે સતત છઠ્ઠી વાર રેપો રેટમાં કોઈ વધારો નથી, કર્યો પણ બેન્કે છ વાર રેપો રેટમાં 2.5 ટકાનો વધારો કર્યો હતો. ત્યાર બાદ ફેબ્રુઆરી, 2023માં રેપો રેટમાં વધારો કર્યો હતો અને ત્યાર બાદ છ વારની બેઠકોમાં વ્યાજદર યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો હતો.શક્તિકાંત દાસે કહ્યું હતું કે RBI આ વર્ષે મોંઘવારીને ઘટાડવા માટે ધ્યાન કેન્દ્રિત કરવા પર રહેશે. આ નિર્ણય પછી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

હવે રેપો રેટ ફરી એક વાર 6.5 ટકા યથાવત્ છે. એ સાથે રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર છે. વ્યાજદરોમાં વ્યાજ યથાવત્ રહેતાં SDF રેટ 6.25 ટકા યથાવત્ છે. RBIએ વર્ષ 2024 માટે રિટેલ મોંઘવારી દરનો અંદાજ 5.4 ટકા રાખ્યો છે, જ્યારે વર્ષ 2025 માટે રિટેલ મોંઘવારી દર 4.5 ટકા અંદાજ્યો છે.