LPG-ગેસ-સિલિન્ડર ફરી મોંઘું થયું; મધ્યમ-વર્ગની મુશ્કેલી વધી

મુંબઈઃ કેન્દ્ર સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઘરેલુ એલપીજી (રાંધણગેસ) સિલિન્ડરોની કિંમતમાં 15 રૂપિયાનો વધારો કર્યો છે. 14.2 કિલોગ્રામ વજનનું સબ્સિડી વગરનું એલપીજી સિલિન્ડર હવે 15 રૂપિયા મોંઘું થયું છે. આ સાથે સબ્સિડી વગરના રાંધણગેસ સિલિન્ડરનો મુંબઈમાં નવો ભાવ થયો છે રૂ. 899.50. પાંચ કિલોગ્રામ વજનનું સિલિન્ડર હવે રૂ. 502માં મળશે.

ચાલુ વર્ષની વાત કરીએ તો, ગઈ 1 જાન્યુઆરીમાં એક એલપીજી સિલિન્ડરની કિંમત રૂ. 694 હતી. તે પછી 1 સપ્ટેમ્બરે તે વધારીને રૂ. 884 કરાઈ હતી. આમજનતાનો જીડીપી બગાડનાર ગેસ સિલિન્ડરની કિંમત છેલ્લા આઠ મહિનામાં 190 રૂપિયા વધી છે.