રાજકુમાર, કૃતિની ફિલ્મ ‘હમ દો હમારે દો’નું ટીઝર રિલીઝ

મુંબઈઃ રાજકુમાર રાવ અને કૃતિ સેનન ફરી એક વાર ધમાલ મચાવવા તૈયાર છે. ‘બરેલી બર્ફી’ પછી કૃતિ સેનન અને રાજકુમાર રાવ ‘હમ દો હમારે દો’ નામની ફિલ્મમાં દેખા દેશે. ગઈ કાલે કૃતિ અને રાજકુમારે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ફોટો શેર કર્યો હતો, જે આગામી ફિલ્મનો લુક હોવાની શક્યતા છે.

તેમણે શેર કરેલી ઇમેજમાં બંને જમીન પર બેઠેલા નજરે ચઢે છે. ઓરેન્જ કલરની સ્વેટશર્ટમાં રાજકુમાર ગુસ્સામાં દેખાઈ રહ્યો છે, જ્યારે કૃતિ અવઢવમાં લાગી રહી છે. પોસ્ટરમાં તેમણે ચશ્માં પહેરેલા જોઈ શકાય છે.

બંને સ્ટાર્સની ફિલ્મ ‘હમ દો હમારે દો’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જે ફેન્સને ઘણું પસંદ પડી રહ્યું છે. ટીઝરના પ્રારંભે ફિલ્મ સ્ત્રી, લુકાછૂપી, બાલા અને મિમીનો ઉલ્લેખ કરે છે. એ પછી પરેશ રાવલના અવાજમાં સવાલ પુછાય છે હવે આપણો હીરો શું કરશે? એ પછી સ્ક્રીન પર કૃતિ નજરે ચઢે છે, જે રાજકુમારને કહે છે, अपने मम्मी पापा को घर ले आना, बात खत्म करनी है और लाइफ शुरू करते हैं।’

આ ફિલ્મમાં રાજકુમાર રાવ, કૃતિ સેનન, પરેશ રાવલ અપારશક્તિ ખુરાના અને રત્ના પાઠક મહત્ત્વની ભૂમિકા છે. આ ટીઝરના અંતમાં ફિલ્મની રિલીઝ તારીખનો ખુલાસો કરવામાં આવ્યો છે. ‘હમ દો હમારે દો’ 29 ઓક્ટોબરે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે.