તાપસી પન્નુએ ‘રશ્મિ રોકેટ’ કેમ કરી? જાણો…

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ સોશિયલ મિડિયા પર તેની આગામી ફિલ્મ ‘રશ્મિ રોકેટ’નું જોરદાર પ્રમોશન કરી રહી છે. જોકે તેણે આ ફિલ્મ કેમ કરી એ વિશે ખૂલીને વાત કરી હતી. તેણે કહ્યું હતું કે લિંગ પરીક્ષણ શું હોય છે, એની મને ખબર નહોતી, પણ જ્યારે તેને આ વિશે માલૂમ પડ્યું ત્યારે તે ચોંકી ગઈ હતી. તેણે કહ્યું હતું કે તે આ સમસ્યા ઉજાગર કરવાનું માધ્યમ બનવા માગતી હતી, કેમ કે આજે પણ એ સમસ્યા પ્રાસંગિક છે.

તાપસીએ કહ્યું હતું કે તેને લિંગ પરીક્ષણ વિશે નહોતી ખબર અને એટલે જ એ જ કારણથી હું આ ફિલ્મ કરવા માગતી હતી. વળી હું રમતપ્રેમી છું અને એટલે હું આ વિશે આશ્ચર્યચકિત હતી.

આકર્ષ ખુરાના દ્વારા નિર્દેશિત સ્પોર્ટ્સ ડ્રામા- એક નાના શહેરની યુવતીની વાર્તા છે, જે રાષ્ટ્રીય સ્તરની એથ્લીટ બનવા માટે બધી સામાજિક અડચણોને પાર કરે છે, પણ જ્યારે તેને લિંગ પરીક્ષણ માટે પસાર થવા માટે પસાર થવા માટે કહેવામાં આવે છે અને એને અટકાવી દેવામાં આવે છે.

તાપસીએ ઉમેર્યું હતું કે મેં ભૂતકાળમાં ખણખોદ કરી, ત્યારે મને માલૂમ પડ્યું હતું કે આ સમસ્યા માત્ર મહિલાઓની સાથે છે. એનાથી મને પ્રેરણા મળી કે હું આ સમસ્યા રજૂ કરવા માટે માધ્યમ બની, જેના વિશે સામાન્ય રીતે ચર્ચા નથી કરવામાં આવી. વળી, એ સમસ્યા વર્ષોથી છે અને એ હાલમાં ટોક્યો ઓલિમ્પિક સુધી એ મુશ્કેલીઓ છે. આ ફિલ્મ ઝી5 પર 15 ઓક્ટોબરે રિલીઝ થશે.