મુંબઈઃ બિટકોઇન ઉતાર-ચડાવ વચ્ચે 40,000 ડોલરની સપાટીની ઉપર ટકી રહેવામાં સફળ રહ્યો છે. આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં બિટકોઇનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આગામી મહિનાઓમાં શક્યતા છે કે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં મોટો વધારો કરશે.
જોકે, ક્રીપ્ટોનો ફીયર એન્ડ ગ્રીડ ઇન્ડેક્સ પાછલા સપ્તાહના 37 પોઇન્ટના સ્તરેથી ઘટીને 28 પર આવી ગયો છે, જે દર્શાવે છે કે માર્કેટમાં કરન્સીના ભાવ ઘટવાની શક્યતા ઓછી છે.
વિશ્લેષકોનું કહેવું છે કે ગત થોડા મહિનાઓના વલણ પરથી કહી શકાય કે બિટકોઇનમાં આગામી દિવસોમાં ભાવમાં વોલેટિલિટી રહેશે. બીજી બાજુ, નોંધનીય છે કે એપ્રિલ મહિનો દર વખતે બિટકોઇન સહિતની ક્રીપ્ટોકરન્સી માટે તેજીનો રહ્યો છે.
આ લખાઈ રહ્યું છે ત્યારે બિટકોઇન 40,400 ડોલર અને ઈથેરિયમ 3,000 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.
દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.30 ટકા (183 પોઇન્ટ) વધીને 60,438 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 60,255 ખૂલીને 60,937 સુધીની ઉપલી અને 59,646 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
60,255 પોઇન્ટ | 60,937 પોઇન્ટ | 59,646 પોઇન્ટ | 60,438 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 16-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |