મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સતત ત્રીજા દિવસે બુધવારે ઘટાડાનો દોર ચાલુ રહ્યો હતો. અમેરિકામાં ગ્રાહક ભાવાંક ઉંચો રહ્યો હોવાને પગલે બજાર નિરાશ થયું હતું. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.05 ટકા (1,087 પોઇન્ટ) ઘટીને 51,992 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 53,079 ખૂલીને 53,410ની ઉપલી અને 51,316 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન ઘટ્યા હતા, જેમાંથી અવાલાંશ 12.43 ટકા ઘટાડા સાથે ટોચનો ઘટનાર કોઇન હતો. ઉપરાંત, સોલાના, પોલકાડોટ અને ચેઇનલિંકમાં 4થી 8 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
દરમિયાન, બ્લેકરોકે સ્પોટ બિટકોઇન ઈટીએફ માટેની પોતાની અરજીમાં ફેરફાર કર્યો છે, જેથી મોટી અમેરિકન બેન્કો એમાં સહભાગી થઈને અધિકૃત સહયોગી તરીકેની ભૂમિકા ભજવી શકે. બીજી બાજુ, સ્ટેબલકોઇન ઇસ્યૂ કરનાર કંપની સર્કલના એક અહેવાલ મુજબ લેટિન અમેરિકન પ્રદેશ બ્લોકચેઇન આધારિત નાણાકીય સેવાઓ નિયમન હેઠળના વાતાવરણમાં કામ કરે એવી લોકોની ઈચ્છા છે.