ક્રીપ્ટોકરન્સી માર્કેટની તેજીને બ્રેકઃ આઇસી15-ઇન્ડેક્સ 1,453-પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ યુરોપિયન સેન્ટ્રલ બેન્કે ગુરુવારે ધિરાણના વ્યાજદરમાં અડધા ટકાનો વધારો કર્યો તેની પહેલાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં તેજીને બ્રેક લાગી હતી. રોકાણકારોએ કરેલા પ્રોફિટ બુકિંગને પગલે ઇન્ડેક્સ ઘટ્યો હતો. હવે વ્યાજદર બાબતે ફેડરલ રિઝર્વ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

બિટકોઇન ઘટીને 23,000 ડોલરની નીચે ચાલ્યો ગયો હતો. ટેક્સાસમાં માઇનર્સે કામકાજ ફરી શરૂ કર્યું છે. ટેસ્લાએ પોતાનું બિટકોઇનનું 75 ટકા હોલ્ડિંગ ઓછું કરવાની જાહેરાત કરી તેની અસર પણ માર્કેટ પર થઈ હતી. જોકે, ડેટા પરથી જાણવા મળે છે કે રોકાણકારો હજી પણ સૌથી મોટી ક્રીપ્ટોકરન્સી – બિટકોઇન માટે આશાવાદી છે. તેમાં શોર્ટ કરતાં લોંગ સોદા વધારે પડ્યા છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.37 ટકા (1,453 પોઇન્ટ) ઘટીને 31,759 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,219 ખૂલીને 33,678 સુધીની ઉપલી અને 31,118 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
33,219 પોઇન્ટ 33,678 પોઇન્ટ 31,118 પોઇન્ટ 31,759 પોઇન્ટ

ડેટાનો સમયઃ 21-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)