નવી દિલ્હીઃ વૈશ્વિક સંકટ કોરોના રોગચાળાને ખતમ કરવા વિશ્વ આખું પ્રયાસ કરી રહ્યું છે. અત્યાર સુધી કોરોના સામે કોઈ પણ અસરકારક સારવાર માલૂમ નથી પડી. એટલા માટે રસી જ આ રોગચાળાથી તત્કાળ બચવા માટે એકમાત્ર ઉપાય છે, પણ વિશ્વને જેટલી રસીની જરૂર છે, એ પ્રમાણે રસીનું ઉત્પાદન થઈ નથી રહ્યું. એનું સીધું કારણ રસી બનાવવાની ટેક્નિક દેરક દેશો પાસે નથી. આ સિવાય જે કંપનીઓની પાસે એ ટેક્નિક છે, એ પ્રોડક્ટની પેટેન્ટ કરાવી લે છે, જેથી કોઈ પણ અન્ય કંપનીઓ એવી રસી બનાવી નથી શકતી. હવે જે કંપનીઓએ રસીની પેટન્ટ કરાવી લીધી છે, એમની પાસે જરૂરિયાતના હિસાબે ઉત્પાદનની ક્ષમતા નથી. આ જ કારણ છે કે ડિમાન્ડના મુકાબલે સપ્લાય બહુ ઓછો છે, જેથી વિશ્વમાં રસીકરણ ઝુંબેશની ઝડપથી ધીમી છે.
પેટન્ટનો એક આંતરરાષ્ટ્રીય કાયદો છે. આ કાયદા હેઠળ કોઈ પણ કંપની સૌથી પહેલાં કોઈ યુનિક પ્રોડક્ટ બનાવે છે અને એ ઇચ્છે કે આ પ્રોડક્ટની ટેક્નિક અન્ય કોઈ કંપનીની પાસે ન હોય તો એ WTOમાં એની પેટન્ટ માટે અરજી કરે છે.
WTOની તપાસમાં એ સાબિત થઈ જાય કે પ્રોડક્ટ આ પહેલાં ક્યાંય નથી બની અને એની ટેક્નિક યુનિક છે કો એ કંપનીને પેટન્ટનો અધિકાર આપવામાં આવે છે. એનો સીધો અર્થ એ છે માત્ર એ જ કંપનીઓ રસી બનાવી શકે છે, જે લાંબા સમય સુધી આ પ્રકારની રસી કે દવા બનાવે છે. આ સિવાય કોઈ કંપની એ પ્રોડક્ટ બનાવી નથી શકતી. એને લીધે વિશ્વમાં કેટલીક કંપનીઓના જ હાથમાં રસીનું ઉત્પાદન છે. જો એ દૂર કરવામાં વે તો કોઈ પણ ફાર્મા કંપની રસીનું ઉત્પાદન કરી શકે. બસ માત્ર એને રસીની ફોર્મ્યુલા અને જરૂરી ટેક્નોલોજી, પાવરની જરૂર પડશે.
કોરોના રોગચાળો જોતાં ભારતે હાલમાં પેટન્ટ જેવા કાયદાને ખતમ કરવાની માગ કરી હતી, જેથી રસીને ફાર્મા કંપનીઓ બનાવી શકે અને દરેકને જલદીમાં જલદી રસી લાગી શકે. અમેરિકાએ ભારતના આ પ્રસ્તાવને ટેકો આપ્યો છે. જો WTOમાં આ પ્રસ્તાવ પાસ થશે તો વિશ્વમાં રસી બનાવવી સરળ બની શકે. મોટી કંપનીઓ નાની-નાની કંપનીઓને રસી બનાવવાની ટેક્નિક આપીને ઝડપથી રસીનું ઉત્પાદન હાથ ધરી શકશે.