નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય અંતર્ગત કામ કરતી સાઈબર એજન્સી ઈન્ડિયન કમ્પ્યુટર ઈમર્જન્સી રીસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા યૂઝર્સને ચેતવણી આપવામાં આવી છે કે ડેસ્કટોપ માટેના ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં અનેક ઉણપ છે જેને કારણે હેકર્સ (રીમોટ એટેકર્સ) યૂઝર્સનાં કમ્પ્યુટરો સુધી એમની પહોંચ પ્રાપ્ત કરી શકે છે.
CERTનું કહેવું છે કે FedCM, સ્વિફ્ટશેડર, ANGLE, બ્લિન્ક, સાઈન-ઈન ફ્લો, ક્રોમ OS શેલ જેવી મફત એપ્સ વાપર્યા બાદ ક ડાઉનલોડ્સમાં હીપ બફર ઓવરફ્લોને કારણે, ઈન્ટેન્ટ્સમાં અવિશ્વસનીય ઈન્પૂટની અપૂરતું પ્રમાણીકરણ, કૂકીઝમાં અપૂરતું નીતિ અનુશાસન અને એક્સટેન્શન્સ APIમાં અયોગ્ય અમલબજવણી જેવી બાબતોને કારણે ગૂગલ ક્રોમમાં આ ઉણપો ઊભી થઈ છે. કોઈ હેકર લક્ષિત સિસ્ટમ પર અમુક વિશિષ્ટ રીતે તૈયાર કરેલી વિનંતી મોકલીને આ ઉણપોનો ફાયદો ઉઠાવી શકે છે અને યૂઝરના કમ્પ્યુટરમાં પહોંચ પ્રાપ્ત કરી શકે છે. તેથી યૂઝર્સને એવી સલાહ આપવામાં આવે છે કે તેઓ તાકીદે પેચીસ અપ્લાય કરે. CERT-In એજન્સીએ એપલ આઈઓએસ, આઈપેડ ઓએસ અને મેક ઓએસમાં પણ બગ્સ વિશે ચેતવણી આપી છે.