કાર, મોબાઇલ ટીવી સસ્તાં થશે, સિગારેટ, કિચન ચીમની મોંઘાં થશે

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. નાણાપ્રધાને કાર, સ્માર્ટ, ટીવી અને અન્ય ચીજવસ્તુઓ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવાનું એલાન કર્યું છે. આ સિવાય કેટલીક વસ્તુઓની આયાત પર સેસ અને ટેક્સમાં ઘટાડો કરવાનું એલાન કર્યું છે.

આ સાથે બજેટ 2023-24માં રમકડાં, સાઇકલ, ઓટોમોબાઇલ સસ્તા હશે, મોબાઇલ ફોન, કેમેરાના લેન્સ સસ્તા હશે. ઇલેક્ટ્રિક વાહનો અને ટીવી સસ્તાં થશે.

નાણાપ્રધાને કહ્યું હતું કે લિથિયમ –આયર્ન બેટરીની આયાત પર છૂટને એક વધુ વર્ષ જારી કરવાનો નિર્ણય કર્યો છે. નાણાપ્રધાને કપડાંને છોડીને અન્ય ચીજવસ્તુઓ પર લાગતી કસ્ટમ ડ્યુટીનાન દરને 21 ટકાથી ઘટાડીને 13 કરવાનો નિર્ણય કરવાનો પ્રસ્તાવ છે. તેમણે કહ્યું હતું કે નેપ્થા અને ઓટોમોબાઇલ પર લાગતા સેસ અને લેવીમાં બદલાવ કરવામાં આવ્યો છે. બેઝિક એસિડ ફ્યોરસ્પાર પર કસ્ટમ ડ્યુટીનેપાંચ ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામા આવી છે.

 આ માલસામાન માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે

કિચનની ચીમની મોંઘી થશે, બેટરી પર આયાત ફી ઘટાડી છે. વિદેશથી આવતી ચાંદીની ચીજવસ્તુઓ મોંઘી થશે, સોના-ચાંદી અને પ્લેટિનમ મોંઘાં થશે. સિગારેટ મોંઘી થશે.

નાણાપ્રધાને કેટલીક સિગારેટ પર ટેક્સમાં વધારો કર્યો છે. એનાથી સિગારેટ મોંઘી થશે. આ સિવાય સોના અને ચાંદીનાં વર્તન મોંઘાં થશે, જ્યારે દેશમાં ઇલેક્ટ્રિક ચીમનીને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આયાત ડ્યુટીને 7.5 ટકાથી વધીને 15 ટકા કરવાનો પ્રસ્તાવ કરવામાં આવશે. જ્યારે ચીમનીની હીટ કોઇલ માટે ડ્યુટીને 20 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો છે.