નવી દિલ્હીઃ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ અનુસાર જૂન મહિનામાં યૂનીફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) દ્વારા કુલ 1.34 અબજની લેણદેણ થઈ કે જેનું મૂલ્ય 6.62 લાખ કરોડ રુપિયા હતું. આનાથી એપ્રિલ મહિનામાં 99.9 કરોડ યૂપીઆઈ ટ્રાંઝેક્શન્સ થયા હતા. લોકડાઉનની જાહેરાત બાદ એ પહેલો પૂર્ણ મહિનો હતો જ્યારે તમામ સેવાઓ બંધ હતી. મે મહિનાથી ઓનલાઈન પેમેન્ટમાં તેજી આવી હતી અને અર્થવ્યવસ્થા ધીમે-ધીમે ખુલવા લાગી હતી. એનપીસીઆઈ ડેટાથી ખ્યાલ આવ્યો છે કે, મે મહિનામાં 1.23 અબજ યૂપીઆઈ ટ્રાંઝેક્શન થયા કે જેનું મુલ્ય 2.13 લાખ રુપિયા હતું. એનપીસીઆઈની સ્થાપના 2008માં કરવામાં આવી હતી. આ ભારતમાં રિટેલ પેમેન્ટ્સ અને સેટલમેન્ટની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખે છે. એનપીસીઆઈએ દેશમાં એક મજબૂત પેેમેન્ટ અને સેટલમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરી છે.
આ રીટેલ પેમેન્ટ પ્રોડક્ટ્સ જેવા કે, રુપે કાર્ડ, આઈએમપીએસ, યૂપીઆઈ, ભારત ઈન્ટરફેસ ફોર મની, ભીમ આધાર, નેશનલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન અને ભારત બિલપે સહિત દ્વારા ચૂકવણીની સુવિધા આપે છે. એનપીસીઆઈએ યૂઝર્સ અને દુકાનદારોને વધારે સુરક્ષા અને સુવિધા આપવા માટે યૂપીઆઈ 2.0 ને લોન્ચ કર્યું છે.
