નિર્માણાધીન મકાનોને GST-માફી આપવાની બિલ્ડરોની માગ

ચંડીગઢઃ રિયલ એસ્ટેટ ક્ષેત્ર એક મોટું રોજગાર પેદા કરતું ક્ષેત્ર છે, જે આવનારા બજેટમાં મોટા સુધારાની અપેક્ષા રાખી રહ્યું છે. આ ક્ષેત્ર ઘણા લાંબા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે, જેમાં રોગચાળાએ પડતા પર પાટુ માર્યું હતું. જોકે ધીમે-ધીમે માગમાં સુધારો થયો છે અને ક્ષેત્ર મંદીની ગર્તામાંથી બહાર નીકળી રહ્યું છે. જોકે ડેવલપર કેન્દ્ર પાસે સ્ટિમ્યુલ ગ્રોથ માટે બજેટમાં જીએસટીની માફીની માગ કરી રહ્યા છે.

હોમ લોન પર વધારાની છૂટ

સરકારે રિયલ એસ્ટેટ ક્ષેત્રે માગ ઊભી કરવા માટે ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 24 હેઠળ હોમ લોન પર છૂટ વધારવી જોઈએ. ખાસ કરીને અફોર્ડેબલ અને મધ્યમ સેગમેન્ટ હાઉસિંગમાં છૂટ વધારે મળે તો માગ સુધરે એમ છે.

જીએસટીમાં માફી

હાલમાં અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીઝમાં પ્રીમિયમ મિલકતો (રૂ. 45 લાખથી વધુના ઘરો) પર પાંચ ટકા જીએસટી લાગે છે અને અફોર્ડેબલ હોમ્સ (રૂ. 45 લાખથી નીચેનાં ઘરો) પર એક ટકો જીએસટી લાગે છે. જો સરકારે માગ ઊભી કરવી હોય તો જીએસટીમાં મર્યાદિત સમયગાળા માટે  માફી આપવી જોઈએ અને અફોર્ડબલ હાઉસની ટોચની મર્યાદા રૂ. 45 લાખથી વધારીને રૂ. 60 લાખ કરવી જોઈએ, એમ મોટિયા ગ્રુપના ડિરેક્ટર એલસી મિત્તલે કહ્યું હતું. વળી આ ક્ષેત્રે રોકડની અછત પ્રવર્તે છે. વળી રિયલ્ટ ક્ષેત્રને નાણાકીય મદદ માટે રૂ. 25,000 કરોડના SWAMIH ઇન્વેસ્ટમેન્ટ ફંડની સ્થાપના થવી જોઈએ, એ NAREDCO રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. નિરંજન હીરાનંદાનીએ કહ્યું હતું.