હીરોએ 10-કરોડમી બાઇક સાથે છ-મોડલ લોન્ચ કર્યાં

મુંબઈઃ વિશ્વની સૌથી મોટી ટૂ-વ્હીલર મેન્યુફેક્ચરર્સ કંપની હીરો મોટોકોર્પે 10 કરોડમી બાઇક ફેક્ટરીમાંથી બહાર પાડીને ઇતિહાસ રચ્યો હતો. આવું કરવાવાળી વિશ્વની એ પહેલી કંપની બની છે. કંપનીએ 10 કરોડ ટૂ-વ્હીલર્સનું ઉત્પાદન કર્યું હતું. કંપનીએ 10 કરોડમી બાઇક હીરો Xtreme 160 Rને લોન્ચ કરી હતી.

કંપનીએ  બાઇક હરિદ્વાર સ્થિત ઉત્પાદન એકમથી બહાર પાડવામાં આવી હતી. કંપનીએ વર્ષ 1984માં હોન્ડાની સાથે મળીને વાહનોનું ઉત્પાદન શરૂ કર્યું હતું. વર્ષ 2011માં હીરો અને હોન્ડા-બંને કંપનીઓ એકબીજાથી અલગ થઈ હતી. કંપનીએ પહેલાં 1994માં સિદ્ધિ મેળવી હતી, જ્યારે કંપનીએ પહેલી 10 લાખમી બાઇકનું ઉત્પાદન કર્યું હતું.

છેલ્લાં સાત વર્ષોમાં કંપનીએ કુલ પાંચ કરોડ બાઇક્સનું ઉત્પાદન કર્યું છે. કંપનીએ આ સફળતાના પ્રસંગે કંપનીએ સેલિબ્રેશન એડિશન છ મોડલોને પણ લોન્ચ કર્યાં છે, જેમાં સ્પેન્ડલર પ્લસ, પેશન પ્રો, ગ્લેમર, મેસ્ટ્રો એજ 110, ડેસ્ટિની 125 અને Xtreme 160 R છે. આ મોડલોને સ્પેશિયલ રેડ અને વ્હાઇટ કલર સ્કીમની સાથે લોન્ચ કર્યાં હતાં, જે આવતા મહિને વેચાણ માટે ઉપલબ્ધ હશે.

કંપનીએ જૂન મહિનામાં નવી Xtreme 160 Rને લોન્ચ કરી હતી. એ સેગમેન્ટની પાવરફુલ બાઇક્સમાંની એક છે. કંપનીએ આ બાઇકમાં 163 સીસીની ક્ષમતાના એરકુલ્ડ એન્જિનનો પ્રયોગ કર્યો છે, જે 15 બીએચપીની પાવર અને 14 એનએમનું ટોર્ક જનરેટ કરે છે. આ સિવાય કંપનીએ આ બાઇકમાં સ્પીડગિયર બોક્સની સાથે એક્સસેન્સ ટેક્નિકનો પણ પ્રયોગ કર્યો છે.