મુંબઈઃ BSE સ્ટાર MF પર એક જ દિવસમાં 15.52 લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કરવાનો નવો વિક્રમ તાજેતરમાં નોંધાયો છે. અગાઉ 11 જાન્યુઆરી, 2021ના રોજ 14.69 લાખ ટ્રાન્ઝેક્શન્સનો વિક્રમ નોંધાયો હતો. BSE સ્ટાર MF પર જાન્યુઆરી, 2021ના 92.98 લાખ ટ્રાન્ઝેક્શન્સની તુલનાએ માર્ચ 2021માં 1.10 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા છે.
નાણાકીય વર્ષ 2020-21માં આ પ્લેટફોર્મ પર 9.38 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા, જે આગલા નાણાકીય વર્ષમાં 5.75 કરોડ ટ્રાન્ઝેક્શન્સ હતા.
માર્ચ, 2021માં આ પ્લેટફોર્મ પર 5.45 લાખ SIP નોંધાયા છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
આ પ્રસંગે BSE સ્ટાર MFના બિઝનેસ હેડ ગણેશ રામે કહ્યું કે BSE સ્ટાર MF દ્વારા તાજેતરમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે અને એક જ દિવસમાં સૌથી વધુ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કરવાની સિદ્ધિ થકી તેના મુકુટમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. એક જ દિવસમાં 15.52 લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કરવાની સિદ્ધિ અન્ય આવાં પ્લેટફોર્મના માસિક ટ્રાન્ઝેક્શન્સની સમકક્ષ છે. લોકડાઉન દરમિયાન BSE સ્ટાર MF ટીમે મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્ઝેક્શન્સ વધુ સરળ બનાવવા ડિસ્ટ્રિબ્યુટરો, એડવાઈઝર્સ સાથે મળીને સતત કામગીરી કરી છે.