LG ઇલેક્ટ્રોનિક્સ સ્માર્ટફોન બિઝનેસ બંધ કરશે

બ્લુમબર્ગઃ સ્માર્ટફોન બનાવતી જાયન્ટ દક્ષિણ કોરિયન કંપની LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ક.ના મોબાઇલના ગ્રાહકો માટે માઠા સમાચાર છે. કંપની હવે ખોટ કરતા સ્માર્ટફોનના બિઝનેસને બંધ કરી રહી છે. કંપની હવે ભાવિ પ્રોજેક્ટો અને ઇલેક્ટ્રિક્ટ વાહનોના પુરજા બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કંપની 31 જુલાઈથી ઉત્પાદન અને વેચાણની કામગીરી બંધ કરશે અને કંપની ઇલેક્ટ્રિક વાહનો, સ્માર્ટ હોમ્સ, રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છે છે, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

ગયા વર્ષે LGના વેચાણમાં ફોન્સનો વેચાણમાં હિસ્સો 8.2 ટકા હતો અને કંપનીને આવકમાં ટૂંકા ગાળા માટે નુકસાન થશે, પણ કંપનીને આશા છે કે એ લાંબા સમયે નાણાકીય રીતે બંધ કરવાનો નિર્ણય કંપનીની તરફેણમાં રહેશે. કંપની હવે કારના પુરજાના વેપારને સુદ્રઢ કરશે અને છઠ્ઠી જનરેશન નેટવર્કિંગ અને કેમેરા સહિતની મોબાઇલ ટેક્નોલોજીસને વિકસિત કરવાનું જારી રાખશે. જોકે કંપનીની આ જાહેરાત સાથે કંપનીના શેરોમાં 4.1 ટકાનો વધારો થયો હતો. આ સાથે LG ડિસ્પ્લે કંપનીના શેરની કિંમત પણ 6.3 ટકા વધ્યો હતો. LG એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં અગ્રેસર સ્થાન ધરાવે છે.

અમેરિકામાં કંપની એપલ ઇન્ક.ના આઇફોન અને દક્ષિણ કોરિયાની દિગ્ગજ કંપની સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ કંપની પછી ત્રીજા સ્થાને હતી, પણ એ પછી વર્ષોથી એ હરીફાઇમાં નથી અને ચીનની વનપ્લસે બજારમાં હિસ્સો વધારતાં કંપનીને વૈશ્વિક નુકસાન ખમવું પડ્યું હતું.