મુંબઈ તા. 4 જૂન, 2021ઃ 70,000 સભ્યો ધરાવતા દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ BSE સ્ટાર MFએ નાંદેડની ગોદાવરી અર્બન મલ્ટી સ્ટેટ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી (GUMCCSL) સાથે સમજૂતી કરાર (MOU) કર્યો છે. GUMCCSL સ્વૈચ્છિક સંસ્થા છે, જે તેના સભ્યોની સામાજિક, આર્થિક, સંસ્કૃતિ, વ્યાવસાયિક અને વ્યક્તિગત આકાંક્ષાઓ પૂરી કરે છે.
આ MOU હેઠળ BSE સ્ટાર MF GUMCCSL ના સભ્યોમાં, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના સભ્યોમાં રોકાણ અંગેની જાગૃતિ ફેલાવવા માટે કાર્ય કરશે. જીયુએમસીસીએસએલ મહારાષ્ટ્ર, તેલંગણ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક ઉપરાંત ગુજરાતમાં પણ તેના સભ્યો ધરાવે છે.
બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે આ MOU દ્વારા અમે મ્યુચ્યુઅલ ફંડ્સ જેવાં પ્રોડક્ટ્સ મોટી સંખ્યાના લોકો સુધી પહોંચાડી શકીશું. આ ભાગીદારી દ્વારા અમે એની ખાતરી રાખીશું કે ગ્રાહકો સરળ અને સુગમ ડિજિટલ પ્રક્રિયા દ્વારા પેપરલેસ માહોલમાં ટ્રાન્ઝેક્શન્સ કરી શકે.
આ MOUનો હેતુ BSE સ્ટાર MF અને ગ્રામીણ બજારોના સહકાર દ્વારા વધુને વધુ લોકોમાં મ્યુચ્યુઅલ ફંડ્સ સહિતનાં ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સ અંગેની જાગૃતિ લાવવાનો છે.