કન્ઝ્યુમર કોન્ફિડેન્સ ઇન્ડેક્સ સૌથી નીચલી સપાટીએઃ RBI સર્વે

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરની મારે કન્ઝ્યુમર કોન્ફિડેન્સ ઇન્ડેક્સ ઘણો નીચે પહોંચી ગયો છે. કન્ઝ્યુમર કોન્ફિડન્સ આમ તો વર્ષ 2019થી જ નકારાત્મક છે, પરંતુ કોરોના સંક્રમણને એને ભારે નુકસાન પહોંચાડ્યું છે. રિઝર્વ બેન્કના સર્વે મુજબ માર્ચ, 2021માં એ 53.1 ટકા હતો, પણ મે, 2021માં ઘટીને 48.5 ટકાએ પહોંચ્યો છે. કન્ઝ્યુમર કોન્ફિન્ડન્સ આર્થિક વિકાસને વધારવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ પરિવારોની ખર્ચશક્તિ બતાવે છે. કન્ઝ્યુમ જ્યારે દેશની વર્તમાન અને ભવિષ્યના અર્થતંત્રમાં વિશ્વાસ દર્શાવે છે તો વધુ ખર્ચ કરે છે. આ સ્થિતિ આ ઇન્ડેક્સને વધારે છે.

રોજગારમાં ઘટાડાથી લોકોની પર્ચેઝિંગ પાવર ઘટ્યો

રિઝર્વ બેન્કના સર્વે મુજબ મેમાં આર્થિક સ્થિતિને પરસેપ્શન ઘટીને (-) 75 ટકા પર આવી ગયો છે. માર્ચમાં એ (-) 63.9 ટકા પર હતો. એમ્પ્લોયમેન્ટ પરસેપ્શન મેમાં (-) 74.9 ટકા રહ્યો હતો, જ્યારે માર્ચમાં (-) 62.4 હતો. તાજા સર્વે મુજબ દેશમાં પરિવારો દ્વારા ખર્ચમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. બિનજરૂરી ખર્ચમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ સર્વે 29 એપ્રિલથી 10 મે સુધી દેશનાં મોટા શહેરોમાં કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 5258 લોકોથી વાત કરવામાં આવી હતી. લોકોની રોજગારીની સ્થિતિ, આર્થિક સ્થિતિ, ચીજવસ્તુઓની કિંમતો અને ખર્ચ પર સવાલ પૂછવામાં આવ્યા હતા.

રિઝર્વ બેન્કે શુક્રવારે ચાલુ નાણાકીય વર્ષની ધિરાણ નીતિની સમીક્ષા કરી હતી. બેન્કે વ્યાજદરો યથાવત્ રાખ્યા હતા. બેન્કે MSME સેક્ટર માટે લોન-રિસ્ટ્રક્ચરિંગની મર્યાદા રૂ. 25 કરોડથી વધારીને રૂ. 50 કરોડ કરી છે. દેશમાં રોજગારીમાં ઘટાડી થતાં લોકોના ખર્ચની ક્ષમતા સતત ઘટી રહી છે. જેની ઇન્ડેક્સ કન્ઝ્યુમર કોન્ફિડન્સ પર સ્પષ્ટ દેખાય છે.