સતત આઠમા મહિને GST-વસૂલાત ₹ એક-લાખ કરોડથી વધુ

નવી દિલ્હીઃ નાણાં મંત્રાલય દ્વારા શનિવારે જારી કરવામાં આંકડા અનુસાર મે મહિનામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સની વસૂલાત રૂ. 1,02,709 કરોડ રહી હતી. આ સતત આઠમો મહિનો છે, જેમાં GST વસૂલાત રૂપિયા એક લાખ કરોડથી વધુ રહી હતી.એપ્રિલ, 2021ના રૂ. 1.41 લાખ કરોડના રેકોર્ડ સ્તરેથી નીચે આવ્યા છતાં   GST વસૂલાત રૂ. એક લાખ કરોડથી વધુ રહી હતી. મે મહિનામાં કોરોનાની બીજી લહેરને રોકવા માટે GST વસૂલાત લોકડાઉન અને રાજ્યો દ્વારા લગાવવામાં આવેલાં નિયંત્રણોને કારણે પ્રભાવિત થઈ હતી.  

મે, 2021માં GST વસૂલાત ગયા મહિનાની તુલનામાં 65 ટકા વધુ છે. મે મહિનામાં માલની આયાતની આવકના 56 ટકા વધુ હતી અને સ્થાનિક ટ્રાન્ઝેક્શનો  (આયાતની સર્વિસિસ સહિત)  વસૂલાત ગયા વર્ષના મે મહિના કરતાં 69 ટકા વધુ હતી.

મે મહિનાની કુલ GST વસૂલાતમાં CGST રૂ. 17,592 કરોડ હતી, જ્યારે SGST રૂ. 22,653 કરોડ હતી અને IGST રૂ. 53,199 કરોડ હતી. (માલસામાનની આયાતના રૂ. 26,002 કરોડ સહિત) અને સેસ રૂ. 9265 કરોડ હતી ( જેમાં આયાત પર એકત્ર રૂ. 868 કરોડ સામેલ છે), એમ મંત્રાલયે કહ્યું હતું.