ધ કપિલ શર્મા શોની કોમેડીને ભીષ્મ પિતામહ ‘ટક્કર’ આપશે

મુંબઈઃ મુકેશ ખન્ના ટીવી-જગતના સુપ્રસિદ્ધ કલાકાર છે. ટીવીના સૌથી પ્રસિદ્ધ શો મહાભારતમાં તેમણે ભીષ્મ પિતામહની ભૂમિકા નિભાવી હતી. આ રોલને નિભાવીને તેમને ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. આજે પણ મુકેશ ખન્નાને લોકોએ  ભીષ્મ પિતામહને નામથી જાણે છે. તેઓ દિવસોમાં જબરદસ્ત ન્યૂઝમાં છે. મુકેશ ખન્ના હવે પોતાનો એક કોમેડી શો ‘ધ મુકેશ ખન્ના શો’ લઈને આવી રહ્યા છે. જેની સોશિયલ મિડિયા પર ઘણી ચર્ચા ચાલી રહી છે. આ શો માટે મુકેશ ખન્નાએ ફેમસ કોમેડિયન સુનીલ પાલની સાથે એસોસિયેશન કર્યું છે, જેની માહિતી તેમણે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં એક વિડિયો પોસ્ટ કરીને આપી હતી. આ વિડિયોમાં તેમણે સુનીલ પાલને ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો.

આ વિડિયોમાં જોઈ શકાય છે કે સુનીલ પાલે મુકેશ ખન્નાની એક અલગ અંદાજમાં પ્રશંસા કરી હતી. સુનીલ મહાભારતના શીર્ષક ગીતની ધૂન પર મુકેશની પ્રશંસામાં કહ્યું હતું કે ભીષ્મ શક્તિમાન મુકેશજીએ મને સન્માન આપ્યું છે. આ અણમોલ ઘડીએ સુનીલ કરશે અભિમાન, આ સાંભળ્યા પછી મુકેશ હસતા સુનીલને કહે છે  ‘आयुष्मान भव’.

મુકેશ ખન્ના ગયા વર્ષે ખૂબ ચર્ચામાં છે. મહાભારતના કલાકાર ગજેન્દ્ર ચૌહાણ, પુનિત ઇસ્સર વગેરે કપિલ શોમાં ગયા હતા અને મુકેશ ખન્નાએ આ શોમાં જવાનો ઇનકાર કર્યો હતો, જેનું કારણ તેમણે સોશિયલ મિડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. તેમણે એ પોસ્ટમા શોને ઊતરતી કક્ષાનો ગણાવતા કહ્યું હતું કે પુરુષો સ્ત્રીઓનાં કપડાં પહેરીને અશ્લીલ હરકતો કરે છે.

મુકેશ ખન્નાએ કહ્યું હતું કે  કોમેડીની નામે અશ્લીલ કોમેડી મને પસંદ નથી. એટલા માટે આપ જાણો છો કે મેં ‘ધ મુકેશ ખન્ના શો’ શરૂ કર્યો છે, જેમાં શાલિનતાથી ભરેલા હાસ્ય કલાકારો લાવી રહ્યો છું.આ કડીમાં લાવી રહ્યો છું. સુનીલ પાલ. જુઓ અને હસો. જેના પર તેના પ્રશંસક કોમેન્ટ કરીને તેની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે શક્તિમાનજી આ તમે બહુ સારું કર્યું. આ અભૂતપૂર્વ પ્રતિભાશાળી કલાકારો કે જેમને ખોટી અને અશ્લીલ ટીવી શોને કારણે ભુલાવી દેવામાં આવ્યા હતા, તેમને તક મળશે.