‘ડ્રીમ ગર્લ’માં આયુષ્માન સાથે ચમકેલી રિંકુસિંહનું કોરોનાથી-નિધન

મુંબઈઃ હિન્દી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’માં આયુષ્માન ખુરાના સાથે ચમકેલી અભિનેત્રી રિંકુસિંહ નિકુંભનું કોરોનાવાઈરસ બીમારીને કારણે અવસાન થયું છે. આસામના તેઝપુરની વતની રિન્કુએ ગઈ 7 મેએ કોરોના-પ્રતિરોધક રસીનો પહેલો ડોઝ પણ લીધો હતો. રિન્કુને ગઈ 25 મેના રોજ કોરોના થયો હતો અને એમને ઘરમાં આઈસોલેટ કરવામાં આવી હતી. બાદમાં એની તબિયત બગડતાં એને હોસ્પિટલમાં આઈસીયૂમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં એની તબિયત વધારે બગડી હતી.

રિન્કુએ આદર જૈન અને જેકી શ્રોફ સાથે ‘હેલ્લો ચાર્લી’ ફિલ્મ તેમજ ‘ચિડિયાઘર’, ‘બાલવીર’, ‘મેરી હાનિકારક બીવી’ જેવી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. એની પિતરાઈ બહેને કહ્યું કે રિન્કુને એક કમર્શિયલ જાહેરખબરમાં ચમકવાનું પણ કામ મળ્યું હતું અને એના શૂટિંગ માટે તે ગોવા જવાનું વિચારતી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]