BSEના સ્ટાર MF પર ચોખ્ખા ઈક્વિટી રોકાણનો પ્રવાહ વધ્યો

મુંબઈઃ વૈશ્વિક મહામારી અને સતત લંબાવાઈ રહેલા લોકડાઉન વચ્ચે પણ BSE સ્ટાર MF સતત સારી કામગીરી કરી રહ્યું છે. દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર પ્લેટફોર્મ BSE સ્ટાર MF પર જુલાઈ મહિનામાં ચોખ્ખા ઈક્વિટી રોકાણનો પ્રવાહ પોઝિટિવ રહ્યો છે.

જુલાઈ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં આવકનો પ્રવાહ રૂ.2,480 કરોડ ધટ્યો છે. જ્યારે BSE સ્ટાર MFપર રૂ.653 કરોડ વધ્યો છે. જૂન મહિનામાં ઉદ્યોગમાં રોકાણની આવકનો પ્રવાહ રૂ.241 કરોડ રહ્યો એની સામે સ્ટાર MF પર રૂ1,882 કરોડ રહ્યો હતો. બીએસઈ સ્ટાર એમએફ મંચ પર તા. 10 ઓગસ્ટે 11.40 લાખ રેકોર્ડ વ્યવહાર (ટ્રાન્ઝેકશન્સ) થયા હતા.

જુનમાં ઉધોગના કુલ રૂ. 7266 કરોડના ફાળા સામે બીએસઈ સ્ટાર એમએફ મંચે રૂ.5223 કરોડ જેવો ફાળો નોંધાવ્યો હતો, જે ઉધોગના ફાળા સામે 72 ટકા જેટલો થાય છે. આમ બીએસઈ મંચ મ્યુચ્યુઅલ ફંડના વ્યહારોમાં નોંધપાત્ર કામગીરી બજાવી રહયું છે. આ મહામારીના કપરાં સમયમાં પણ બીએસઈ મંચે એપ્રિલથી જુલાઈના સમયમાં મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ્સના કુલ અઢી કરોડ વ્યવહાર હેન્ડલ કર્યા છે. જુલાઈ 2020માં આ પ્લેટફોર્મ પરનું ટર્નઓવર જુલાઈ 2019ની તુલનામાં 48 ટકા વધ્યું છે.