મુંબઈઃ દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ BSE સ્ટાર MF પર સતત ત્રીજા મહિને નેટ ઈક્વિટી ઈન્ફ્લો પોઝિટવ રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં મ્ચુચ્યુઅલ ફંડ ઉદ્યોગના ચોખ્ખા ઈક્વિટી રોકાણ પ્રવાહમાં રૂ.734 કરોડનો ઘટાડો નોંધાયો છે ત્યારે BSE સ્ટાર MF પર રૂ. 1,488 કરોડનો વધારો નોંધાયો છે.
સપ્ટેમ્બરમાં BSE સ્ટાર MF પર 71.93 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતા જ્યારે સૌથી વધુ ટ્રાન્ઝેક્શન ઓગસ્ટ, 2020માં 73.34 લાખ થયા હતા.
દેશ વ્યાપી મહામારી અને લોકડાઉન વચ્ચે પણ BSE સ્ટાર MFએ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ, મેમ્બર્સ અને તેમના ક્લાયન્ટ્સને સરળ પેપરલેસ ટ્રાન્ઝેક્શન્સની સર્વિસ પૂરી પાડી છે. નાણાકીય વર્ષ 2020-21ના સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં આ પ્લેટફોર્મે પર કુલ ટ્રાન્ઝેક્શન્સના 70 ટકા એટલે કે 4 કરોડના ટ્રાન્ઝેક્શન્સ થયા છે. આની તુલનામાં નાણાકીય વર્ષ 2019-20ના સમાન સમયગાળામાં 5.75 કરોડના ટ્રાન્ઝેક્શન્સ થયા હતા. એસઆઈપી બુકનું કદ આ એપ્રિલથી સપ્ટેમ્બરમાં ૫૩.૫૯ લાખનું રહયું હતું. સપ્ટેમ્બરમાં ૩.૭૩ લાખ નવી એસઆઈપી ખુલી હતી.