બીએસઈએ ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ લોન્ચ કરી

મુંબઈ તા. 25 ઓક્ટોબર, 2022: બીએસઈએ દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન 995 અને 999 શુદ્ધતાવાળાં બે પ્રોડક્ટસ સાથે ઈલેટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (ઈજીઆર) લોન્ચ કરી હતી. આ બે પ્રોડક્ટ્સ એક  ગ્રામ, 10 ગ્રામ અને 100 ગ્રામ્સના ગુણાંકમાં લોન્ચ કરવામાં આવ્યાં છે. આમ બીએસઈએ રોકાણકારો, જ્વેલર્સ, અને સંસ્થાઓને સોનામાં રોકાણ કરવા માટેનો વધુ એક વિકલ્પ ઓફર કર્યો છે.

આ પ્રસંગે બીએસઈમા ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે, टઅમે નિયામક સેબી, બધી ડિપોઝિટરીઝ, વોલ્ટ મેનેજર્સ, આયાતકારો, બેન્કો, રિફાઈનર્સ, જ્વેલરી ઉત્પાદકો અને અમારા હિતધારકોનો આભાર માનીએ છીએ. ઈજીઆરનો પ્રારંભ એ માત્ર બીએસઈ માટે જ નહિ પરંતુ વૈશ્વિક બુલિયન ક્ષેત્ર માટે પણ મહત્ત્વની સિદ્ધિ છે. બીએસઈ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ અને સર્વિસીસને પ્લેટફોર્મ પૂરું પાડવા પ્રતિબદ્ધ છે.ट