મુંબઈઃ જાહેર ક્ષેત્રની બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા તેની વ્યાપાર વૃદ્ધિ યોજનાને બળ પૂરું પાડવા મૂડીની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે એડિશનલ ટાયર-1 (AT-1) બોન્ડ્સ ઈશ્યૂ કરીને રૂ. 2,500 કરોડ ઊભા કરવા ધારે છે. તેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ 4 નવેમ્બરની બેઠકમાં આ વિશે વિચારણા કરશે, એમ બેન્કે મુંબઈ શેરબજાર (બીએસઈ)ને જાણ કરી છે.
બેન્કના AT1 બોન્ડ્સમાં ઈન્વેસ્ટરોને રસ પડ્યો છે. ગયા મહિને દેશની સૌથી મોટી બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ AT1 બોન્ડ્સ મારફત રૂ. 6,872 કરોડ ઊભા કર્યા હતા.
