આઇસી15 ઇન્ડેક્સ 333 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે આશરે 1,000 પોઇન્ટના ઉતાર-ચડાવ બાદ 333 પોઇન્ટ વધીને 31,519 બંધ રહ્યો હતો. પાછલા સપ્તાહમાં ડોઝકોઇનનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે બમણું થઈ ગયું હતું. સોમવારે ચેઇનલિંક, સોલાના અને બિનાન્સમાં 3થી 7 ટકાનો વધારો થયો હતો. ડોઝકોઇન, શિબા ઇનુ અને ટ્રોન 1થી 3 ટકા ઘટ્યા હતા. ક્રીપ્ટો માર્કેટનું કેપિટલાઇઝેશન 1 ટ્રિલ્યન ડોલરની ઉપર રહી શક્યું છે.

દરમિયાન, થાઇલેન્ડની કેન્દ્રીય બૅન્ક રીટેલ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીનો પ્રયોગ શરૂ કરી રહી છે. આની પહેલાં એ હોલસેલ સીબીડીસીનો પ્રયોગ અને રીટેલ સીબીડીસી માટે પ્રૂફ ઓફ કોન્સેપ્ટ અભ્યાસ કરી ચૂકી છે. જોકે, ડિજિટલ રીટેલ કરન્સી શરૂ કરવાનો તેનો વિચાર નથી.

ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં આશાવાદ વધારનારા નિવેદનમાં કોઇનબેઝને સીઈઓએ કહ્યું છે કે આગામી પાંચથી દસ વર્ષમાં વૈશ્વિક કુલ રાષ્ટ્રીય પેદાશમાં ક્રીપ્ટોનો હિસ્સો વધી ગયો હશે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.07 ટકા (333 પોઇન્ટ) વધીને 31,519 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 31,186 ખૂલીને 31,656ની ઉપલી અને 30,640 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
31,186 પોઇન્ટ 31,656 પોઇન્ટ 30,640 પોઇન્ટ 31,519 પોઇન્ટ

ડેટાનો સમયઃ 31-10-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)