કાંદાનાં ભાવ ફરી લાવ્યા આંખોમાં પાણી; કિલોના 80 રૂપિયા

મુંબઈ – ગરીબ લોકોની કસ્તુરી કહેવાતા કાંદા (ડુંગળી)ના ભાવ મુંબઈમાં ફરી આસમાને પહોંચી ગયા છે. કાંદાના ભાવે ફરી આંખોમાં આંસુ લાવી દીધા છે. જૂના કાંદાના મર્યાદિત સ્ટોક, વરસાદને કારણે નવા કાંદાના ઉત્પાદનને થયેલા નુકસાનને કારણે બજારમાં કાંદાની કારમી તંગી સર્જાઈ છે.

માગણીની સરખામણીમાં પુરવઠો ઓછો હોવાને કારણે કાંદાના ભાવ વધી ગયા છે.

ગઈ કાલે, હોલસેલ બજારમાં કાંદાનો પ્રતિ કિલો ભાવ 40-60 રૂપિયા હતો જ્યારે છૂટક બજારોમાં પ્રતિ કિલો 70-80 રૂપિયા હતો.

મહારાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ છે એને કારણે કાંદાના ઉત્પાદનને પારાવાર નુકસાન થયું છે.

બજારોમાં ભીંજાયેલા કાંદા મળે છે.

સૂત્રોનું કહેવું છે કે આવનારા અઠવાડિયાઓમાં કાંદાનો પ્રતિ 10 કિલો ભાવ 400 રૂપિયા સુધી પહોંચે એવી શક્યતા છે.

મુંબઈ બંદર મારફત ઈજિપ્તથી કાંદાની આયાત કરવામાં આવી છે. એવા કાંદાની માગ કેન્ટિન, હોટેલ પ્રોફેશનલ્સ તરફથી વધારે કરવામાં આવી છે. સ્થાનિક છૂટક ગ્રાહકોને આ કાંદા વેચવામાં નહીં આવે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]