એપલ કદાચ બે નવા iPad બજારમાં લાવે એવી ધારણા; 10.2 અને 10.5 ઈંચ ડિસ્પ્લે

સેન ફ્રાન્સિસ્કો – લીક થયેલી માહિતી અનુસાર, એપલ કંપની બજારમાં બે નવા iPad લાવે એવી ધારણા છે. તે 10.2 ઈંચનું iPad 7 અને 10.5 ઈંચનું iPad લાવે એવી વાતો છે.

કોઈન-એક્સના અહેવાલ મુજબ, iPad 7 હાલના 9.7 ઈંચ ડિસ્પ્લેવાળા iPadનું અનુગામી હશે. જ્યારે 10.5 ઈંચવાળું iPad એકદમ નવું જ હશે.

એવું કહેવાય છે કે 10.5 ઈંચનું iPad Pro હાલના iPad અને iPad Pro વચ્ચેનું અંતર દૂર કરનારું મોડેલ હશે.

હાલ 9.7 ઈંચનું iPad 329 ડોલર (રૂ. 22,630)માં જ્યારે iPad મિની 4 રૂ. 27,516 (399 ડોલર)માં મળે છે.

2017ના iPad Pro માટે એપલ 629 ડોલર ચાર્જ કરે છે. આમાં 10.5 ઈંચનો ડિસ્પ્લે છે. 11 ઈંચનું iPad Proનો ભાવ 799 ડોલરથી શરૂ થાય છે એટલે કે રૂપિયા 55,101.

10.2 ઈંચવાળા iPad 7ની જાહેરાત કદાચ 25 માર્ચે કેલિફોર્નિયાના ક્યૂપર્ટિનોમાં એપલ ઈવેન્ટમાં કરવામાં આવે એવી ધારણા છે. આ ટેબ્લેટ દેખાવમાં, 9.7 ઈંચના iPad જેવું જ હશે, જે 2018માં લોન્ચ કરાયું હતું.

એવી પણ વાતો છે કે નવા 10.2 ઈંચના iPadમાં 3.5 એમએમ હેડફોન જેક, લાઈટનિંગ પોર્ટ હશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]