આઇસી15 ઇન્ડેક્સમાં 3,029 પોઇન્ટનો વધારો 

મુંબઈઃ અમેરિકામાં પ્રેસિડન્ટ જૉ બાઇડને તૈયાર કરીને રાખેલો ક્રીપ્ટોકરન્સી સંબંધે આદેશ સમય કરતાં પહેલાં જ બહાર પડી જવાને પગલે ક્રીપ્ટોકરન્સીમાં વધારો જોવા મળ્યો હતો. બિટકોઇન 42,000ની સપાટીને વટાવી ગયો હતો.

ભારતીય સમય પ્રમાણે સવારે પાંચ વાગ્યાની આસપાસ નાણાં ખાતાએ સરકારના આદેશની વિગતો જાહેર કરી દીધી હતી. નાણાપ્રધાન જેનેટ યેલનનું આ નિવેદન થોડી જ વારમાં પાછું ખેંચી લેવાયું હતું, કારણ કે સરકારે એની ઔપચારિક જાહેરાત કરી ન હતી.

સરકારના એ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ડિજિટલ એસેટ્સ બાબતે સર્વાંગી અભિગમ અપનાવવામાં આવશે અને સરકારી એજન્સીઓ આ દિશામાં સમન્વય સાધીને કામ કરશે.

ઉક્ત પ્રોત્સાહક જાહેરાતને પગલે બિટકોઇન ચોવીસ કલાકના ગાળામાં 8 ટકા વધીને 42,135 ડૉલર થઈ ગયો હતો. ઈથેરિયમ 7 ટકાની વૃદ્ધિ સાથે 2,745 ડૉલર થઈ ગયો હતો. ઓલ્ટરનેટિવ કોઇન્સમાં ટેરા લ્યુનામાં 19 ટકાનો ઉછાળો આવ્યો હતો, જ્યારે પ્રાઇવસી કોઇન મોનેરો એક્સએમઆરમાં 20 ટકા વૃદ્ધિ થઈ હતી.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 5.41 ટકા (3,029 પોઇન્ટ) વધીને 59,033 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 56,004 ખૂલીને 59,336 સુધીની ઉંચી અને 55,364 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
56,004 પોઇન્ટ 59,336 પોઇન્ટ 55,364 પોઇન્ટ 59,033

પોઇન્ટ

ડેટાનો સમયઃ 9-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)