123પેના ઉપયોગથી ઇન્ટરનેટ વગર પણ UPI ચુકવણી થઈ શકશે

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નવી UPI સર્વિસ 123પે લોન્ચ કરી છે. જેનો ઉદ્દેશ આશરે 40 કરોડ ફીચર ફોનના વપરાશકર્તાઓની મદદ કરવાનો છે. નવી સુવિધાની ઘોષણા ગવર્નર શક્તિકાંત દાસે કરી હતી. અત્યાર સુધી UPI ચુકવણી સ્માર્ટફોન પર પેમેન્ટ એપ્લિકેશન અને ફીચર ફોન માટે USSD આધારિત સેવાના માધ્યમથી સંભવ હતી, પણ હવે ડેપ્યુટી ગવર્નર રવિશંકરના જણાવ્યાનુસાર કેટલાક મોબાઇલ નેટવર્ક પર સેવાઓ પહોંચની બહાર થવાથી એ UPI સર્વિસનો ઉપયોગ નથી થઈ શકતો.

UPI 123પેનો ઉદ્દેશ ફીચર ફોન વપરાશકર્તાઓને ડિજિટલ ચુકવણી સરળ બનાવવાનો છે. નવા ફીચર સાધારણ ફોન પર કામ કરશે અને એના માટે ઇન્ટરનેટ કનેક્શનની પણ જરૂર નહીં રહે, એમ તેમણે એક કાર્યક્રમમાં સમાજાવ્યું હતું. 123પેની એપમાં UPI ટ્રાન્ઝેક્શનમાં યુઝર્સે ત્રણ પગલાંની પદ્ધતિ કરવાની રહેશે.

આ સુવિધા વપરાશકર્તાઓને ફીચર ફોનના માધ્યમથી ચાર અલગઅલગ પ્રકારે લેવડદેવડ કરવાની મંજૂરી આપશે. એક ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ (IVR) કોલ કરવાનો, ફીચર ફોનમાં એપ કાર્યક્ષમતાનો ઉપયોગ કરવાનો અને વોઇસ આધારિત ચુકવણી અને મિસ્ડ કોલ કાર્યક્ષમતાના માધ્યમથી.

123પે સુવિધાનો ઉપયોગ કરીને તમે ચુકવણી કરી શકો છો અને વાહનો માટે ફાસ્ટ ટેગ રિચાર્જ કરી શકો છો. બિલોની ચુકવણી કરી શકો છો અને એ તમને તમારા એકાઉન્ટમાં બાકીની જમા રકમની તપાસ કરવાની મંજૂરી પણ આપશે, જે UPIથી જોડાયેલો છે. 123પેને ટેકો આપવા માટે ઉદ્દેશથી ડિજિટલ ચુકવણી માટે 24×7 હેલ્પલાઇન પણ શરૂ કરી છે.

 

 

x