નવી દિલ્હીઃ દેશમાં ઘણા સમયથી ડિજિટલ અને UPI પેમેન્ટનું ચલણ ઝડપથી વધી રહ્યું છે, ત્યારે એરટેલે યુઝર્સ માટે એરટેલ સેફ પે નામની સર્વિસ શરૂઆત કરી છે, જેમાં કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે સુરક્ષાનો બહુ ખ્યાલ રાખવામાં આવ્યો છે. એમાં યુઝર્સ સુરક્ષિત રીતે નાણાં મોકલી અને મેળવી શકે છે. એ ટુ ઓથેન્ટિકેશન પદ્ધતિથી પણ સારી છે.
વોટ્સએપ, એમેઝોન પહેલાં આ સર્વિસ શરૂ કરી ચૂકી છે. હવે ટેલિકોમ કંપની એરટેલે પેમેન્ટના વિશ્વમાં પગલું મૂક્યું છે. આ સર્વિસ એરટેલે ઓનલાઇન બેન્કિંગ સિસ્ટમની નીચે શરૂ કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે યુઝર્સને સુરક્ષિત ટ્રાન્ઝેક્શનની તક મળશે. કંપનીના જણાવ્યા મુજબ આ સર્વિસનો પ્રારંભ યુઝર્સને ઓનલાઇન થતા ફ્રોડથી બચાવવાના હેતુથી શરૂ કરવામાં આવી છે. એના દ્વારા યુઝર્સ કોઈ પણ છેતરપિંડી વગર ટ્રાન્ઝેક્શન કરી શકશે. આ સેફ પેમેન્ટ સર્વિસ છે અને ઘણી સરળ પણ છે. એરટેલ સેફ પેનો આ રીતે ઉપયોગ કરો
એરટેલ સેફ પેને એરટેલ પેમેન્ટ બેન્કમાં જઈને શરૂ કરી શકાય છે. સૌથી પહેલાં તમારે સ્માર્ટફોનમાં એરટેલ થેન્ક્સ એપ ઓપન કરવાની રહેશે. હવે એ પછી સ્ક્રીન પર નીચે પેમેન્ટ બેન્કનો વિકલ્પ આવશે. અહીં તમારે ક્લિક કરવાનું રહેશે. તમારા દ્વારા એડ કરવામાં આવેલું એકાઉન્ટના સેફ પે સ્ટે ડિએક્ટિવેટેડ નજરે ચઢશે. તમે જેવા અકાઉન્ટ પર ક્લિક કરશો, તમારે ઇનેબલ સેફ પેનો ઓપ્શન નજરે પડશે. એનો ઇનેબલ કર્યા પછી નેટ બેન્કિંગ અને UPI પેમેન્ટ્સ કરી શકાશે. હવે દરેક વખતે ટ્રાન્ઝેક્શન કરવા પર એલર્ટ મેસેજ પ્રાપ્ત થશે અને તમારી સહમતી પછી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થઈ શકશે.