અદાણીની સંપત્તિ વધી; ગેટ્સને પાછળ રાખી દીધા

મુંબઈઃ કોરોના કાળમાં પણ કમાણી મામલે મુકેશ અંબાણી અને બિલ ગેટ્સને અદાણી ગ્રુપના ગૌતમ અદાણીએ પાછળ છોડ્યા છે. ગૌતમ અદાણીએ પ્રતિદિન રૂ. 456 કરોડની કમાણી કરી છે. બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ પ્રતિદિન કમાણીને મામલે ટેસ્લાના સીઈઓ એલન મસ્ક ટોપ પર છે. તેમણે પ્રતિદિન રૂ. 2.21 હજાર કરોડની કમાણી કરી છે. કોરોના કાળમાં ગૌતમ અદાણીની ચાર કંપનીઓએ નોંધપાત્ર ગ્રોથ નોંધાવ્યો છે, જેમાં અદાણી ગેસ, અદાણી એન્ટરપ્રાઇઝીસ, અદાણી પોર્ટ અને અદાણી પાવર સામેલ છે. આ કંપનીઓએ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પ્રોત્સાહક ગ્રોથ નોંધાવ્યો છે.અદાણી ગ્રીન 550 ટકા વધ્યો છે. ફોર્બ્સ મેગેઝિનના અહેવાલ મુજબ અદાણી ગ્રુપની નેટવર્થનો મોટો હિસ્સો ડિફેન્સ, પાવર, જનરેશન અને ટ્રાન્સિશન, એડિબલ ઓઇલ અને રિયલ એસ્ટેટથી આવે છે.

બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સના તાજા આંકડા મુજબ મુકેશ અંબાણીની કુલ નેટવર્થ રૂ. 5.35 લાખ કરોડ છે. મુકેશ એશિયાના સૌથી શ્રીમંત અને વિશ્વના 11મા સૌથી માલેતુજાર વ્યક્તિ છે, જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થ રૂ. 2.32 લાખ કરોડ છે. વિશ્વના સૌથી શ્રીમતોની યાદીમાં તેઓ 40મા સ્થાને છે.

અદાણી ગ્રુપની કુલ છ કંપનીઓ શેરબજારમાં લિસ્ટ છે. BSEમાં અદાણી ગ્રુપની આ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 3.89 લાખ કરોડ છે. આમાં અદાણી ગ્રીનનું માર્કેટે કેપ રૂ. 1.77 લાખ કરોડ છે.

ગૌતમ અદાણીને પોર્ટના ટાયકૂન કહેવામાં આવે છે, તેઓ ગુજરાતના સૌથી મોટા અને દેશના સૌથી વ્યસ્ત મુંદ્રા પોર્ટને ઓપરેટ કરે છે. દેશના સૌથી વ્યસ્ત મુંબઈ એરપોર્ટમાં 74 ટકા હિસ્સો અદાણીની પાસે છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]