મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શનિવારે ઉતાર-ચડાવ બાદ મામૂલી વૃદ્ધિ થઈ હતી. ડોલરના મૂલ્યમાં થઈ રહેલા ફેરફારોને પગલે બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે. બિટકોઇન 21,600 ડોલરની ઉપર પહોંચ્યો હતો, જે 30 દિવસની મુવિંગ એવરેજની ઉપર છે. સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોએ તેની ખરીદી કરી હતી.
અમેરિકામાં રોજગારસર્જન તથા વેતનવૃદ્ધિ સક્ષમ રહી હોવાથી મંદીનું જોખમ ઓછું થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. 10થી 100 બિટકોઇન ધરાવતા બિટકોઇન એડ્રેસમાં ઘટેલા ભાવે ખરીદી જોવા મળી રહી છે.
અગાઉ, ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.33 ટકા (95 પોઇન્ટ) વધીને 28,956 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 28,862 ખૂલીને 29,378 સુધીની ઉપલી અને 28,220 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ ઘટકના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ |
|||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
28,862 પોઇન્ટ | 29,378 પોઇન્ટ | 28,220 પોઇન્ટ | 28,956 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 9-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |