BSE SME પર 380મી કંપની સૈલાની ટુર્સ લિસ્ટ થઈ

  મુંબઈઃ BSE SMEની સૈલાની ટુર્સ એડ ટ્રાવેલ્સે રૂ. 10ની મૂળ કિંમતના 12.64 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.15ની કિંમતે ઓફર કરી રૂ. 1.90 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઇશ્યુ 30 જૂન, 2022એ સફળતાપૂર્વક પાર પડ્યો હતો.

સૈલાની ટુર્સ એન ટ્રાવેલ્સ લિમિટેડ પશ્ચિમ બંગાળ સ્થિત છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ કોલકાતામાં આવેલી છે. કંપની ટ્રાવેલ એજન્સી છે અને લીઝર ટ્રાવેલ, ફોરેક્સ અને વિઝા પ્રોસેસિંગ જેવી સર્વિસીસ ઓફર કરે છે. કંપની ટુર઼િઝમ અને હોસ્પિટાલિટી સર્વિસિસ ક્ષેત્રે છે. કંપની વ્યક્તિગત અને કોર્પોરેટ સમૂહ માટેના ટ્રાવેલ પેકેજિસ ડિઝાઇન કરે છે.

અત્યાર સુધીમાં BSE SME પરથી 147 કંપનીઓ મુખ્ય બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. BSE SME  પ્લેટફોર્મ પર લિસ્ટેડ 379 કંપનીઓએ બજારમાંથી કુલ રૂ.4,45.79 કરોડ એકત્ર કર્યા છે, જેમનું માર્કેટ કેપિટલાઇઝેશન 7 જુલાઈ, 2022એ રૂ. 1 658.43 કરોડ હતું. BSE આ ક્ષેત્રે 61 ટકાના બજારહિસ્સા સાથે મોખરે છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]