આઇસી15 ઇન્ડેક્સમાં વધુ 4.31 ટકાની વૃદ્ધિ

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે શરૂઆતની વૃદ્ધિ બાદ પ્રોફિટ બુકિંગ થતાં ભાવ થોડા ઘટ્યા હતા. બીજી બાજુ, અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સમાં ઘટાડો નોંધાયો હતો. બિટકોઇન 22,200ની સપાટી તોડ્યા બાદ 21,400ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

સંસ્થાકીય રોકાણકારોએ કરેલી ખરીદીને પગલે બિટકોઇન ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. કોઇનબેઝ બીટીસી પ્રાઇસ પ્રીમિયમને જોતાં કહી શકાય કે બજારમાં ખરીદશક્તિ વધી ગઈ છે. વ્હેલ્સ હવે બિટકોઇન ફરીથી સંગ્રહ કરવા લાગ્યા છે.

નોંધનીય છે કે બિટકોઇનના કેટલાક માઇનર્સે જણાવ્યું હતું કે તેમણે ઓચિંતું વેચાણ કર્યા વગર તેઓ ફંડની જરૂરિયાત પૂરી કરી શક્યા છે. આ જાણકારી મળ્યા બાદ રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.31 ટકા (1,194 પોઇન્ટ) વધીને 28,862 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 27,667 ખૂલીને 29,988 સુધીની ઉપલી અને 27,460 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ ઘટકના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
27,667 પોઇન્ટ 29,988 પોઇન્ટ 27,460 પોઇન્ટ 28,862 પોઇન્ટ

ડેટાનો સમયઃ 8-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)