મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનું વલણ આગળ વધ્યું છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.97 ટકા (684 પોઇન્ટ) ઘટીને 33,968 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,652 ખૂલ્યા બાદ 34,696ની ઉપલી અને 33,837ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી સોલાના, અવાલાંશ, પોલકાડોટ અને લાઇટકોઇન 2થી 5 ટકાના ઘટાડા સાથે ટોચના ઘટેલા કોઇન હતા.
દરમિયાન, અમેરિકાના સંસદસભ્યોએ ક્રીપ્ટોકરન્સી બ્રોકર્સ માટે ક્રીપ્ટો ટેક્સના રિપોર્ટિંગને લગતા નિયમોનો 2026 પહેલાં અમલ કરવાનો નાણાં ખાતાને તથા ઇન્ટરનલ રિવેન્યુ સર્વિસને અનુરોધ કર્યો છે. એમનું કહેવું છે કે કરવેરાના આ નિયમોનો અમલ કરવામાં વિલંબ થશે તો વાર્ષિક 50 અબજ ડોલરના કરવેરાનું નુકસાન થઈ શકે છે.
બીજી બાજુ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના રિસર્ચ રિપોર્ટમાં એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે વર્ષ 2026ના અંત સુધીમાં ઈથેરિયમનો ભાવ 8,000 ડોલર થઈ શકે છે.