આઇસી15 ઇન્ડેક્સમાં 541 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ અમેરિકામાં રોજગારના આંકડાઓ જાહેર થવા પહેલાં અને સ્ટોક ફ્યુચર્સમાં સ્પષ્ટ વલણનો અભાવ દેખાતાં રોકાણકારો ગુરુવારે સાવચેત રહ્યા હોવાથી ક્રીપ્ટોકરન્સીમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો. બિટકોઇન 23,000 ડોલરની નીચે પહોંચી ગયો હતો.

કંપનીઓનાં પરિણામો આવતાં પહેલાં અમેરિકન સ્ટોક્સ ફ્યુચર્સમાં અનિશ્ચિતતા વર્તાઈ હતી. એસએન્ડપી 500ને તથા નાસ્દાકને સંલગ્ન ફ્યુચર્સ કોન્ટ્રેક્ટમાં 0.2 ટકાનો ઘટાડો થયો હતો. સમગ્ર વિશ્વનાં બજારોમાં વોલેટિલિટી જોવા મળી હતી. અમેરિકન સરકારના બોન્ડમાં બે દિવસની ઊથલપાથલ બાદ સ્થિરતા આવી હતી. ડોલર નબળો પડ્યો હતો અને ક્રૂડના ભાવ સ્થિર થયા હતા.

ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જોમાં 67 મિલ્યન ડોલરનાં ફ્યુચર્સનાં ઓળિયાં સુલટાવવામાં આવ્યાં હતાં. તેમાંથી 75 ટકા ઓળિયાં તેજીનાં હતાં.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.63 ટકા (541 પોઇન્ટ) ઘટીને 32,696 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,238 ખૂલીને 33,604 સુધીની ઉપલી અને 32,383 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
33,238 પોઇન્ટ 33,604 પોઇન્ટ 32,383 પોઇન્ટ 32,696 પોઇન્ટ

ડેટાનો સમયઃ 4-8-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)