RBIએ રેપો રેટ વધારતાં હોમ-ઓટો લોનના EMI વધશે

મુંબઈઃ ચાલુ નાણાકીય વર્ષમાં રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટીએ ધિરાણ નીતિની ચોથી વાર સમીક્ષા કરી હતી, જેમાં બેન્કે સતત ત્રીજી વાર વ્યાજદરમાં વધારો કર્યો હતો. બેન્કે 0.50 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો હતો. બેન્કે ફુગાવાના દરને કાબૂમાં લેવા માટે રેપો રેટમાં વધારો કર્યો હતો. આ પહેલાંમાં બેન્કે મોંઘવારીના દરને કાબૂમાં લેવા માટે 0.5 ટકા અને 0.40 ટકા વધારો કર્યો હતો. આમ બેન્કે અત્યાર સુધીમાં રેપો રેટમાં 1.40 ટકાનો વધારો કર્યો છે. આમ રેપો ટેર વધીને 5.4 ટકા થયો છે.

RBIએ રેપો રેટમાં વધારો કરતાં આગામી 1-2 દિવસમાં બેન્કો હોમ લોન પરના વ્યાજદરમાં વધારો કરે એવી શક્યતા છે. જેથી હોમ લોન અને ઓટો લોન મોંઘી થવાની શક્યતા છે.રિઝર્વ બેન્કે ધિરાણ નીતિની સમીક્ષા કરતાં GDPના વિકાસદરનો અંદાજ 7ય2 ટકા યથાવત્ રાખ્યો હતો. દેશનો આર્થિક વિકાસદર 2022-23માં પહેલા ત્રિમાસિકમાં 16.2 ટકા, બીજા ત્રિમાસિકમાં 6.2 ટકા, ત્રીજા ત્રિમાસિકમાં 4.1 ટકા અને ચોથા ત્રિમાસિકમેં ચાર ટકા રહેવાની સંભાવના છે. નાણાકીય વર્ષ 2023-24ના પહેલાં ત્રિમાસિકમાં વાસ્તવિક GDP વિકાસદર 6.7 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.  સરકાર મોંઘવારીના દર પર કાબૂ મેળવવા ઇચ્છે છે, જેઝી બજારના નિષ્ણાતોનું કહેવું છે કે ડિસેમ્બરમાં રિઝર્વ બેન્ક ફરી એક વખત વ્યાજદરમાં 0.35 ટકાનો કરે એવી શક્યતા છે. કોટક બેન્કના મુખ્ય અર્થશાંસ્ત્રીના જણાવ્યા મુજબ રેપો રેટમાં વધારાની સાથે બેન્કે ડિસેમ્બરમાં પણ વધારો કરે એવી શક્યતા છે. જેથી ડિસેમ્બરમાં પણ રેપો રેટ વધીને 5.75 ટકાએ પહોંચી એવી શક્યતા છે.