આઇસી15 ઇન્ડેક્સ 647 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે બિટકોઇન ઇન્ટ્રાડે ટ્રેડમાં 23,349 ડોલરની ઉપર ગયો હતો. અમેરિકામાં રોજગારના આંકડાઓ જાહેર થવા પહેલાં ક્રીપ્ટો માર્કેટમાં વધારો થયો એ ઘટના નોંધપાત્ર બને છે. માર્કેટમાં 69 મિલ્યન ડોલર મૂલ્યનાં ઓળિયાંનું લિક્વિડેશન થયું હતું.

જોકે, અમેરિકન સ્ટોક્સ ફ્યુચર્સમાં ઉતાર-ચડાવ ચાલુ રહ્યો હતો. રોકાણકારોએ ડોલરમાં સલામતી શોધી હતી. સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. આ ઘટનાક્રમ રોજગારના આંકડાઓ પહેલાંનો રઘવાટ સૂચવે છે.

અમેરિકામાં રોજગારના આંકડાઓ અર્થતંત્રની શક્તિનો અંદાજ આપવામાં મોખરે છે. અર્થશાસ્ત્રીઓનો અંદાજ છે કે જુલાઈ મહિનામાં જૂનની તુલનાએ ઓછા રોજગારનું સર્જન થયું હતું.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.98 ટકા (647 પોઇન્ટ) વધીને 33,344 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 32,696 ખૂલીને 33,593 સુધીની ઉપલી અને 32,005 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
32,696 પોઇન્ટ 33,593 પોઇન્ટ 32,005 પોઇન્ટ 33,344 પોઇન્ટ

ડેટાનો સમયઃ 5-8-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)