મુંબઈઃ અમેરિકામાં સરકારે કરજ લેવા માટેની રકમની મર્યાદા વધારી એને પગલે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે ઘટાડો થયો હતો. આઇસી-15 ઇન્ડેક્સના મુખ્ય ઘટકોમાંથી એક્સઆરપી અને અવાલાંશ વધ્યા હતા. ઘટેલા કોઇનમાંથી લાઇટકોઇન, યુનિસ્વોપ, બીએનબી અને ચેઇનલિંક 2થી 4 ટકા સાથે મુખ્ય હતા.
દરમિયાન, યુનાઇટેડ કિંગડમના સંસદસભ્યોના સમૂહ – ક્રીપ્ટો એન્ડ ડિજિટલ એસેટ્સ ઓલ પાર્લામેન્ટરી ગ્રુપના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ક્રીપ્ટો માટે નિયમન જરૂરી છે. આ સમૂહે દેશમાં ક્રીપ્ટો ઉદ્યોગના નિયમન માટે 53 ભલામણો પણ કરી છે. બીજી બાજુ, રશિયાની રોસબેન્ક ક્રીપ્ટોકરન્સીની મદદથી સરહદ પારનાં પેમેન્ટ સેટલમેન્ટ માટેનું સોલ્યુશન લોન્ચ કરવાની છે. હાલ ખાનગી અને કોર્પોરેટ ક્લાયન્ટ્સ સાથે એની પ્રાયોગિક ચકાસણી ચાલી રહી છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.04 ટકા (392 પોઇન્ટ) ઘટીને 37,355 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,747 ખૂલીને 37,953ની ઉપલી અને 37,345 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.