મુંબઈ તા. 2 સપ્ટેમ્બર, 2022ઃ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 387મી કંપની તરીકે નાતુરો ઈન્ડિયાબુલ લિ. લિસ્ટ થઈ છે.
નાતુરો ઈન્ડિયાબુલ્સે રૂ.10ની મૂળ કિંમતના 36.40 લાખ ઈક્વિટી શેર્સ રૂ.30ની કિંમતે ઓફર કરી રૂ.10.92 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 24 ઓગસ્ટ, 2022ના રોજ સંપન્ન થયો હતો.
કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ રાજસ્થાનના જયપુર ખાતે છે. કંપની ફાસ્ટ-મુવિંગ કંઝ્યુમર ગુડ્સ ઉદ્યોગમાં છે. કંપની ઉત્પાદકો પાસેથી પ્રોડક્ટ્સ પ્રાપ્ત કરી પોતાની બ્રાન્ડ હેઠળ હોલસેલરોને સીધું વેચાણ કરે છે. કંપની ગારમેન્ટ, ટેક્સટાઈલ્સ, જ્વેલરી, એફએમસીજી, રિયલ એસ્ટેટ, સ્ટોન માઈન્સ, હર્બલ પ્રોડક્ટ્સ, ઓટોમોબાઈલ, પ્રિન્ટિંગ, સહિત ઘણાં ક્ષેત્રે કામ કરે છે.
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 387 કંપનીઓએ અત્યાર સુધીમાં રૂ.4,145 કરોડની રકમ એકત્ર કરી છે તથા તેમનું કુલ માર્કેટકેપિટલાઈઝેશન રૂ.58,000 કરોડ છે. બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પરથી 150 કંપનીઓ બીએસઈના મેઈન બોર્ડ પર આવી છે.