મુંબઈઃ વૈશ્વિક બજારમાં વધુ જોખમી રોકાણ કરવાનું માનસ નહીં હોવાથી બુધવારે પણ ક્રીપ્ટોકરન્સી માર્કેટ ફ્લેટ રહી હતી. અમેરિકાની સ્ટોક માર્કેટમાં પણ આ જ ચિત્ર છે. બિટકોઇન 21,300ની આસપાસ ચાલી રહ્યો હતો.
ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ જેકસન હોલ ઈકોનોમિક સિમ્પોઝિયમ પૂરો થયો બાદ શુક્રવારે જે નિવેદન કરશે તેના પર બજારની નજર રહેલી છે. પોવેલ ફુગાવાને નાથવા માટેના ફેડરલ રિઝર્વના વલણની જાહેરાત કરશે.
અન્ય ચલણોની તુલનાએ ડોલરની શક્તિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ મજબૂત થયો છે. બોન્ડમાં વધેલી ઊપજમાં થોડો ઘટાડો થયો છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.73 ટકા (228 પોઇન્ટ) વધીને 31,306 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 31,077 ખૂલીને 31,747ની ઉપલી અને 30,904 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
31,077 પોઇન્ટ | 31,747 પોઇન્ટ | 30,904 પોઇન્ટ | 31,306 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 24-8-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |