એપીએમસી માર્કેટમાં ડ્રાય ફ્રૂટ્સના ભાવ દર્શાવતું ટિકર

મુંબઈ તા. 24 ઓગસ્ટ, 2022: બીએસઈએ ડ્રાય ફ્રૂટ્સ (સૂકો મેવો) માટેના ટિકરનો નવી મુંબઈ સ્થિત એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી) માર્કેટ ખાતે આરંભ કર્યો છે. આ ટિકરનો શુભારંભ બદામના વેપારીઓ અને વિવિધ હિતધારકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ ટીકરમાં બીએસઈ પરના આલમોન્ડ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ સાથે કરન્સી ડેરિવેટિવ્ઝના લાઈવ ભાવ (કવોટેશન્સ) નું પ્રસારણ કરવામાં આવશે. બીએસઈના આ પગલાથી કિંમતો સંબંધિત પારદર્શિતામાં વધારો થશે અને બજારના સહભાગીઓને યોગ્ય નિર્ણય લેવામાં મદદ થશે.  

Photo by form PxHere

આ પ્રસંગે બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું, “એપીએમસી માર્કેટ ખાતે ટિકર શરૂ કરાયાં એથી બજારના સહભાગીઓને કોઈ પણ સમયે બજારના એકંદર સેન્ટિમેન્ટને પારખવામાં  સહાય થશે. દિનપ્રતિદિન કોમોડિટી બજારમાં માહિતીની આવશ્યકતા વધી રહી છે ત્યારે કિંમતોના પ્રસારણનો ફિઝિકલ માર્કેટમાં સંદર્ભ દર તરીકે વાપરવામાં આવશે અને તેને પગલે વેપારીઓના કામકાજ પર સારી અસર થશે.”   

આશાપુરા એગ્રોકેમ પ્રા. લિ.ના મેનેજિંગ ડિરેક્ટર સમીર ભાનુશાલીએ  એપીએમસી માર્કેટ ખાતે ટીકર શરૂ કરવા બદલ અભિનંદન આપતાં કહ્યું, “ આ પગલું અભૂતપૂર્વ છે. આનાથી મોટા પાયે જાગૃતિ આવશે અને બીએસઈમાં આલમન્ડ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટના ટ્રેડિંગમાં વધુને વધુ વેપારીઓ સામેલ થશે.”

પ્રોવેન્ટ્સ એગ્રો પ્રા. લિ.ના સીઈઓ ડીપી ઝવારે કહ્યું, “અમારી કંપની હેલ્થી સ્નેક કંઝ્યુમર બ્રાન્ડ છે અને અમને હંમેશાં અમારા કાચા માલની ખરીદી અને તેના સંગ્રહને  કૃષિ પેદાશો અને બજારની તુલનાએ હેજ કરવાની સુવિધાનો અભાવ સાલતો રહ્યો છે. અમે માનીએ છીએ કે બીએસઈએ અલમોન્ડ ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ શરૂ કર્યો તે આ બાબતમાં મુખ્ય ભૂમિકા ભજવશે. અમે જોઈ રહ્યા છીએ કે નજીકના ભવિષ્યમાં આ કોન્ટ્રેક્ટ પ્રાઈસ ડિસ્કવરીની બેઝ પ્રાઈસ બની રહેશે.”