મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે મામૂલી સુધારો આવ્યો હતો. બિટકોઇન 19,000 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, અમેરિકામાં સ્ટોક માર્કેટ દિશાવિહીન સ્થિતિમાં હોવાનું જણાય છે. ડાઉ જોન્સ ફ્યુચર્સમાં 0.3 ટકાનો અને એસએન્ડપી 500 ફ્યુચર્સમાં 0.1 ટકાનો વધારો થયો હતો, જ્યારે નાસ્દાક 100 ઇન્ડેક્સમાં 0.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. દિશાવિહીન સ્થિતિ હજી લાંબી ચાલશે એવું અનુમાન છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.45 ટકા (126 પોઇન્ટ)ની વૃદ્ધિ સાથે 27,749 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 27,623 ખૂલીને 28,013ની ઉપલી અને 27,321 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
27,623 પોઇન્ટ | 28,013 પોઇન્ટ | 27,321 પોઇન્ટ | 27,749 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 3-10-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |