આઇસી15 ઇન્ડેક્સમાં 1,077 પોઇન્ટનો વધારો

મુંબઈઃ વૈશ્વિક સ્તરે કેન્દ્રીય બેન્કો નાણાકીય સ્થિરતા સામેનાં જોખમોની અને આર્થિક મંદીનાં લક્ષણોની નોંધ લેશે એવી ધારણાને પગલે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. આની સાથે સાથે કેન્દ્રીય બેન્કો નાણાં નીતિમાં ઢીલાશ લાવે એવી પણ શક્યતા છે. બિટકોઇન 20,000 ડોલરની આસપાસ ચાલી રહ્યો છે અને ક્રીપ્ટોનું એકંદર માર્કેટ કેપ એક ટ્રિલ્યન ડોલરની આસપાસ છે.

ક્રીપ્ટોની સાથે સાથે ઈક્વિટી અને કોમોડિટી માર્કેટ પર પણ ઉક્ત ધારણાની અસર થઈ હોવાથી એમાં વૃદ્ધિ થઈ છે. ડોલર ઇન્ડેક્સ નવ દિવસની નીચલી સપાટીએ પહોંચ્યો છે. રોકાણકારોને લાગે છે કે ફેડરલ રિઝર્વ ફરી એક વાર વ્યાજદરમાં વધારો કરશે, પરંતુ એનું પ્રમાણ અગાઉ કરતાં ઓછું હશે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.74 ટકા (1,077 પોઇન્ટ)ની વૃદ્ધિ સાથે 28,794 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 27,717 ખૂલીને 29,027ની ઉપલી અને 27,698 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
27,717 પોઇન્ટ 29,027 પોઇન્ટ 27,698 પોઇન્ટ 28,794 પોઇન્ટ

ડેટાનો સમયઃ 4-10-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]