આઇસી15 ઇન્ડેક્સમાં 1,247 પોઇન્ટનો કડાકો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે સાંકડી વધઘટ થયા બાદ ઘટવા લાગ્યો હતો અને ગણતરીની મિનિટોમાં તેમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. બિટકોઇન 19,000 ડોલરની સપાટીની નીચે ઉતરી ગયો હતો. બિટકોઇનમાં 2.6 ટકાનો ઘટાડો થયો હતો, જે ઇન્ડેક્સના ઘટકોમાં સૌથી ઓછો ઘટાડો હતો. યુનિસ્વોપ, ચેનલિંક, શિબા, કાર્ડાનો અને પોલીગોનમાં 10 ટકા કરતાં વધુ ઘટાડો થયો હતો. ક્રીપ્ટોકરન્સી માર્કેટનું કેપિટલાઇઝેશન ઘટીને 891 અબજ ડોલર થઈ ગયું હતું.

બિનાન્સ એક્સચેન્જે આશરે 600 મિલ્યન ડોલર મૂલ્યના વીસ લાખ કરતાં વધુ બીએનબી ટોકનનો નિકાલ કરી દીધો છે.

દરમિયાન, બ્લોકચેઇન વિકસાવવા માટેના સ્ટાર્ટઅપ ટેટમે 41.5 મિલ્યન ડોલરનું ફન્ડિંગ ભેગું કરી લીધું છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.5 ટકા (1,247 પોઇન્ટ) વધીને 26,409 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 27,656 ખૂલીને 27,717ની ઉપલી અને 27,215 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
27,656 પોઇન્ટ 27,717 પોઇન્ટ 26,378 પોઇન્ટ 26,409 પોઇન્ટ

ડેટાનો સમયઃ 13-10-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)