મુંબઈ: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂરનું બાંદ્રા વેસ્ટના ઘરે ગુરુવારે મોડી રાત્રે 2:30 વાગ્યાની આસપાસ મોટી ચોરી થઈ. ચોરી દરમિયાન સૈફ અલી ખાન પર પણ છરીથી હુમલો કરવામાં આવ્યો છે.એક શખસ મુંબઈમાં અભિનેતાના ઘરમાં ઘૂસી ગયો અને તેમના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. સૈફ અલી ખાનને છરીના 6 ઘા માર્યા હોવાનું જાણવા મળ્યું છે. અભિનેતા હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે અને ત્યાં તેમની સર્જરી ચાલી રહી છે. ઝપાઝપીમાં અભિનેતાને માથા, ગળું અને પીઠ પર ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલમાં, મુંબઈ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ હુમલો કોણે અને શા માટે કર્યો. મુંબઈ પોલીસની એક ટીમ તપાસ માટે તેમના ઘરે પહોંચી ગઈ છે.