મહારાષ્ટ્રના મુંબઈના BMC (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની ચૂંટણી 15 જાન્યુઆરીએ યોજાવાની છે, અને પરિણામો 16 જાન્યુઆરીએ જાહેર થશે. ચૂંટણી માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
![]()
ભારતીય જનતા પાર્ટીએ બીએમસી ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 66 નામોનો સમાવેશ થાય છે, જેમાં પીઢ નેતા કિરીટ સોમૈયાના પુત્ર નીલ સોમૈયાનો પણ સમાવેશ થાય છે. ભાજપ દ્વારા નીલને મુલુંડ પશ્ચિમમાં બીએમસી વોર્ડ 107 માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણીમાં મોટાભાગની બેઠકો માટે ભાજપે શિવસેના સાથે જોડાણ જાળવી રાખ્યું છે. આ દરમિયાન અજિત પવાર અલગથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે કેટલીક બેઠકો પર શરદ પવાર જૂથ સાથે જોડાણ પણ કર્યું છે.
ભાજપના 66 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ છે. જીતેન્દ્ર પટેલ, રાણી ત્રિવેદીથી લઈ નીલ સોમૈયા સહિતના નામ યાદીમાં સામેલ છે.
અજિત પવારની NCP એ ભાજપ પહેલા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવાને લઈને NCP માં હોબાળો મચી ગયો છે. પાર્ટીના ઘણા કાર્યકરો નવાબ મલિકથી નારાજ છે. NCPની મુસ્લિમ ઉમેદવારોની યાદીથી થોડી નારાજગી થઈ છે. ઘણા ભાજપના કાર્યકરો પણ નારાજ છે. એકનાથ શિંદેની શિવસેના સાથે જોડાણને કારણે, કલ્યાણ પૂર્વમાં ભાજપને માત્ર સાત બેઠકો આપવામાં આવી છે, જેનાથી પાર્ટીના કાર્યકરો નારાજ છે. આ દરમિયાન, શરદ પવાર જૂથ સાથે જોડાણ કર્યા પછી અજિત પવારે પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ અને અન્ય પક્ષોના નેતાઓ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આ જનતાના પૈસા છે, કોઈની અંગત મિલકત નથી.


