અમેરિકા: રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે અચાનક ક્રિસમસ રજાનો પ્લાન રદ કરી દીધો છે. જેના કારણે વ્હાઇટ હાઉસમાં કટોકટીની સ્થિતિની અટકળોનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. માહિતી અનુસાર જો બાઇડેને ડેલાવેયરમાં નાતાલ ઉજવણીનું તેમનું આયોજન રદ કરી દીધું છે અને તે વ્હાઇટ હાઉસ પરત ફરી ગયા છે. બીજી તરફ ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે જાહેરાત કરી છે કે, તે કેલિફોર્નિયાની યાત્રા નહીં કરે.ગુરૂવારે મોડી રાત્રે બાઇડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડેન પોતાના કાફલા સાથે ઝડપથી નીકળતા જોવા મળ્યાં હતાં. જો કે, વ્હાઇટ હાઉસે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા આ મામલે ઘણાં પ્રકારની અટકળો ચાલી રહી છે.